in ,

અમદાવાદ PG છેડતી કેસઃ વિકૃત યુવાન અગાઉ બે વખત PG ગર્લ્સ હોસ્ટેલમાં ફુડ આપવા આવ્યો હતો

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજી ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસીને યુવતીની છેડતી કરવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત યુવાનને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન અગાઉ હોસ્ટેલમાં બે વખત ફૂડ ડિલીવરી કરવા આવ્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી સ્થળથી વાકેફ હતો. બીજી તરફ વિકૃત યુવાને પોલીસ સમક્ષ લૂલો બચાવ કરીને કોઈ યુવતીએ ફોન કરીને બોલાવ્યો હોવાનું રટણ કર્યું હતું. આ ઘટનામાં ભોગ બનનાર પીડિતા બીમાર હોવાથી રાતે દવા ખાઈને સૂઈ ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજી ગર્લ્સ હોસ્ટેલમાં ગત તા. 14મીના રોજ યુવાન ઘુસ્યો હતો અને હોલમાં સૂઈ ગયેલી યુવતી સાથે શારિરીક છેડછાડ કરી હતી. જ્યારે બીજા રૂમમાં ગયો ત્યારે એક યુવતી જાગતી હોવાથી યુવાન ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરાના ફુટેજ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે તપાસ આરંભીને ગણતરીના કલાકોમાં જ યુવતીની છેડતી કરનારા ભાવિન શાહ નામના વિકૃત યુવાનને ચાંદખેડાથી ઝડપી લીધો હતો. એક ઓનલાઈન ફૂડ કંપનીમાં નોકરી કરતો યુવાન અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં પીઝાની બે વખત ડિલીવરી કરવા આવ્યો હતો. જેથી આ સ્થળથી માહિતગાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આ ઘટનામાં પીડિતા હોસ્ટેલમાં કામ કરતી હોવાનું જાણવા મળે છે.

પીડિતાએ જણાવ્યું હતું કે, બનાવની રાતે બીમારીને કારણે દવા લઈને સૂઈ ગઈ હતી. મધ્યરાત્રિ બાદ હોસ્ટેલની છોકરીઓ જગાડીને સીસીટીવી કેમેરા તપાસતા સમગ્ર ઘટના સામે આવી હતી. તેમજ લોકોએ મને પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. જો કે મે ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, હવે મે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે. ફ્લેટમાં ચાલતા પીજી હોસ્ટેલથી આસપાસના લોકો પરેશાન થઈ ગયા હતા. તેમજ તેમણે અગાઉ પોલીસ અને મનપા સામે પણ રજૂઆત કરી હતી. જો કે, કોઈ અસરકાર પગલા લેવામાં નહીં આવ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નવી ઓફિસરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ

ખાંભામાં ગૌરક્ષા માટે ગૌશાળા સંચાલકે સિંહ સામે ભીડી બાથ