1. Home
  2. ગુજરાતી
  3. ઝાબુઆના ખેડૂતોએ દાઝેલા પાકિસ્તાન પર નમક ભભરાવ્યું- કહ્યું ‘સસ્તા ભાવે ટામેટા લઈ જાઓ અને પીઓકે અમને આપો’
ઝાબુઆના ખેડૂતોએ દાઝેલા પાકિસ્તાન પર નમક ભભરાવ્યું- કહ્યું ‘સસ્તા ભાવે ટામેટા લઈ જાઓ અને પીઓકે અમને આપો’

ઝાબુઆના ખેડૂતોએ દાઝેલા પાકિસ્તાન પર નમક ભભરાવ્યું- કહ્યું ‘સસ્તા ભાવે ટામેટા લઈ જાઓ અને પીઓકે અમને આપો’

0

તાજેતરમાં જ પાકિસ્તાનમાં ટામેટાના ઘરેણા પહેરેલી દુલ્હનનો એક વીડિયો વાયરલ થયો હતો,કારણ કે પાકિસ્તાનમાં ટામેટાના ભાવો સાતમાં આસમાને પહોચ્યા છે,ટામેટા જેની કિંમત સામાન્ય રીતે 30 થી 40 રુપિયા પ્રતિ કિલો હોય છે તેના બદલે પાકિસ્તાનમાં તેની કિંમત 200 થી 300 સુઘી છે,ત્યા સાઘારણ પરિવારને તો ટામેટા ખાવા માટે વિચાર કરવો પડતો હોય છે.

પાકિસ્તાનમાં દિવસેને દિવસે ટામેટાના ભાવમાં વઘારો જોવા મળી રહ્યો છે,ઈરાનથી ટામેટાની આયાત કરવામાં આવતી હોવા છંતા પાકિસ્તાનમાં મોંધવારીનો માર જાણે ટામેટા પર જ પડી ગયો છે.હમેંશાથી પાકિસ્તાન આંતકવાદને લઈને કોઈને કોઈ દેશ સાથે ડિલ કરતું જોવા મળી આવે છે, ત્યારે હવે પાકિસ્તાનનો વારો આવ્યો છે જેમાં ભારતના ખેડૂતોએ હવે પાકિસ્તાન સાથે ડિલ કરવાનું નક્કી કર્યું છે ,ખેડૂતો કહે છે કે અમે ટામેટા તમારા દેશમાં મોકલવાનું ફરીથી શરુ કરીએ પરંતુ શરત  એ છે કે તમારે પીઓકે અમને આપવું પડે.

ઉલ્લેખનીય છે કે પુલવામાં થયેલા આંતકી હુમલા બાદ ભારતના ટામેટા ઉત્પાદન કર્તાઓએ પાકિસ્તાનમાં ટામેટા મોકલવાનું સદંતર બંઘ કર્યુ હતું,ત્યારે હાલમાં મધ્ય પ્રદેશના ઝાબુઆ જીલ્લાના પેટલાવદના 200 જેટલા ખેડૂતોએ તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રઘાન ઈમરાન ખાનને એક પત્ર અને ટ્વિટરના માધ્યમથી એક મેસેજ મોકલાવ્યો છે,જેમાં ખેડૂતો  એ પાકિસ્તાનના પ્રઘાનને કહ્યુ કે,પીઓકે અમને આપો અને સસ્તા ભાવે ટામેટા લઈ જાઓ.તે સાથે જ  ખેડૂતોએ પકિસ્તાન પાસે વર્ષ 2008મા મુંબઈમાં થયેલા આંતકી હુમલા માટે માફી માંગવાનું પણ કહ્યું છે.સાથે જ તેઓ એ દેશના પ્રઘાન મંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પાકિસ્તાનમાં ટામેટાના ભાવ ભળકે બળ્યા છે,જેના કારણે એક દુલ્હને તેના લગ્નમાં ટામેટાના ઘરેણા પહેરીને વિરોઘ જતાવ્યો હતો, આ વીડિયો સોશિયલ ખુબ જ વાયરલ થયો હતો તે સાથે જ પાકિસ્તાનના વડાપ્રઘાન ઈમરાન ખાન ને ટામેટાના અનેક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર લોકો ઈમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.