Site icon Revoi.in

ખાતર કૌભાંડના પગલે અરવલ્લીમાં તપાસનો ધમધમાટ

Social Share

મોટી ઇસરોલ: ગુજરાતમાં કથિત ખાતર કૌભાંડના પગલે ખેડૂતોમાં નારાજગ ફેલાઈ છે. દરમિયાન તંત્ર દ્વારા અરવલ્લીમાં ખાતર વિક્રેતાઓ અને ડેપો ઉપર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને વજન કરીને ખાતર આપવા આદેશ કરવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લામાં જીએસએફસી  ખાતર કૌભાંડ મામલે  ખાતર વિક્રેતાઓ  દુકાનો અને ખાતર ડેપો પર તપાસ હાથ ધરાઈ હતી. જીએસએફસીના ડીએપી ખાતર ડેપો ઉપર ખેડૂતોને ખાતરની પેક થેલીઓમાં 200 થી 600 ગ્રામ સુધીની ઘટ આવતી હોવાના મામલે હોબાળો મચ્યા પછી જિલ્લામાં તાત્કાલિક ખાતર વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન અરવલ્લી જિલ્લા ખેતીવાડી નિયંત્રણ અધિકારીએ દ્વારા  તપાસનો દોર  આરંભવામાં આવ્યો છે અને જિલ્લામાં બાયડ, માલપુર, ભિલોડા સહિત સાત સ્થળો પર તાપસ કરવામાં આવી હતી. જેમાં  ખાનગી બિયારણની દુકાનો અને સરકારી ખાતર ડેપો પર પણ  ખાતરની થેલીઓમાં વજન અંગે  તપાસ કરવામાં આવ હતી. તેમજ ખેડૂતોને વજન તપાસીને ખાતર આપવા આદેશ કરવામાં આવ્યો છે.