ગુજરાતમાં નવરાત્રિ જામી, બુધવારે દશેરાની ઉજવણી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ નવરાત્રિ પર્વની ધામધૂમથી ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં આઠમની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બુધવારે વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં દશેરાની ઉજવણીને લઈને રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે. માઁ જગદંબાની આરાધના-સાધનાનું છઠ્ઠું નોરતું છે. સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું તથા તા.5મીના બુધવારે […]

ભારતમાં પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરાયું

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના તમામ વ્યવહારો ઉપર પૂર્ણવિરામ મુક્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનની અનેક યુ-ટ્યુબ ચેનલો ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલને બ્લોક કરાવ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન […]

નેશનલ ગેમ્સઃ ગુજરાતે ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતે અત્યાર સુધીમાં ચાર સુવર્ણ, એક રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા છે. ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનુએ શુક્રવારે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે યોજાયેલી વેઇટલિફટીંગ સ્પર્ધામાં મહિલાઓની 49 કિલો વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મીરાબાઇ ચાનુએ 191 કિલો વજન ઉઠાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.  સંગીતા ચાનુએ 187 […]

અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરોમાં પ્રથમ તબક્કામાં 5જી સેવાનો પ્રારંભ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ઈન્ટરનેટ સેવામાં 5જી સુવિધાનો શુભારંભ કરાવ્યો હતો. જેથી હવે સ્માર્ટફોન ધારકો હાઈસ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5જીની સ્પીટ 4જીથી 10 ગણી વધારે હોવાનું જાણવા મળે છે. હાલ આ સેવા અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં સેવાનો પ્રારંભ […]

હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ 2.0 સમિટમાં કહી આ મહત્વ વાત

અમદાવાદઃ હર્ષ સંઘવીએ CIIની યંગ ઈન્ડિયા પાથ બ્રેકર્સ સમિટ 2.0ને સંબોધતા કહ્યું કે, દરેક લોકો જે રીતે કામ કરે છે તેમાં કામમાં તે લોકો લીડર હોય છે જ, પરંતુ બસ તેને જોવાની જરૂર છે. માત્ર રાજનીતિમાં જોડાયેલા લોકો જ નેતા હોય તેવુ નથી હોતુ, અને જે લોકો માને છે કે રાજનીતિ ખરાબ વસ્તુ છે એટલી […]

ડિજિટલ ઈન્ડિયા માત્ર નામ નહીં પરંતુ દેશના વિકાસ માટે મોટું વિઝનઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ ટેલિકોમ ઉદ્યોગે દેશના 130 કરોડ લોકોને 5Gની ભેટ આપી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. 5G એ તકોના અનંત આકાશની શરૂઆત છે. નવું ભારત માત્ર ટેક્નોલોજીના ઉપભોક્તા તરીકે નહીં રહે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીને ડિઝાઇન કરવામાં, તેનાથી સંબંધિત ઉત્પાદનમાં […]

નવી દિલ્હીઃ પીએમ મોદીએ 5G સેવનો પ્રારંભ કરાવ્યો

ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની સભા યોજાઈ વપરાશકારોને 4G કરતા દસ ગણી વધુ સ્પીડ મળશે ઈન્ટરનેટ આધારિત ઘણા કામ સરળ થશે નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની પ્રજા 5જી ટેકનોલોજીની આતુરતાથી રાહ જોતી હતી. લોકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5જી ટેકનોલોજીનો શુભારંભ […]