1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઈન્સ્ટાગ્રામઃ કોપીરાઈટનો ભંગ કરનાર એકાઉન્ટ બંધ કરવાની સાથે URL પણ યોગ્ય કરાશે

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ઈન્સ્ટાગ્રામને કોપીરાઈટ- ઉલ્લંઘન કરનારા યુજર્સના એકાઉન્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે. અદાલતે કહ્યું કે, એક વ્યાપક ડાયનામિક તરીકે સોશિયલ મીડિયા કંપનીએ કોપીરાઈટ-ઉલ્લંઘન અંગે સંબંધતિ એકાઉન્ટને બંધ કરવા અને ઉલ્લંઘન કરનાર યુઆરએલને યોગ્ય કરવા જોઈએ. કેસની હકીકત અનુસાર ટીવી સિરીઝ સ્કેમ 1992 બનાવનારી કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં રજુઆત કરાઈ હતી કે, […]

હવે સ્માર્ટફોનની તમામ વિગતો ટેપ કર્યા બાદ સેવ કરી શકાશે

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સમાર્ટફોનનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ મોબાઈલ ફોનના ડેટાને લઈને વપરાશકારો ચિંતામાં રહેતા હોય છે. જો કે, વડોદરાના યુવાને તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું છે. વડોદરાના 28 વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ […]

બેંકો, નાણાંકીય સંસ્થાઓ સહિત કેટલીક સંસ્થાઓને SMSને લઈ TRAIની મહત્વપૂર્ણ સૂચના

નવી દિલ્હીઃ TRAI એ બેંકો, નાણાકીય સંસ્થાઓ સહિત કેટલીક અન્ય સંસ્થાઓને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેઓએ સંદેશ હેડર અને સામગ્રી નમૂનાઓની ચકાસણીની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર છે. રેગ્યુલેટર છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકોની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવા માટે કામ કરી રહ્યું છે, જેમાંથી એક તેમને વાંધાજનક સંદેશાઓથી બચાવવાનું છે. […]

પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા ગેરકાયદેસર પ્રવૃતિ કરી શકે છેઃ નોર્વે

નવી દિલ્હીઃ તેલ ઉત્પાદક દેશ નોર્વેએ પણ હવે પાકિસ્તાનને પોતાના માટે ખતરનાક માની રહ્યું છે. નોર્વેની સુરક્ષા એજન્સીએ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, પાકિસ્તાન ટેક્નોલોજી સંબંધિત માહિતી મેળવવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, નોર્વેની પોલીસ સિક્યુરિટી સર્વિસ (પીએસટી)એ પણ થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ 2023માં કહ્યું છે કે પાકિસ્તાન સંવેદનશીલ ટેક્નોલોજીના પ્રસારના મામલે […]

ISRO ફરી રચશે ઈતિહાસ,આજે NVS-01 સેટેલાઇટ લોન્ચ થશે

ISRO ફરી રચશે ઈતિહાસ NVS-01 સેટેલાઇટ લોન્ચ થશે બેંગ્લોર : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના વૈજ્ઞાનિકોએ 29 મેના રોજ જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) દ્વારા નેવિગેશન સેટેલાઇટના પ્રક્ષેપણ માટે 27.5 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. અવકાશ એજન્સી બીજી પેઢીની નેવિગેશન સેટેલાઇટ શ્રેણી શરૂ કરવાની યોજના ધરાવે છે જે NAVIC (ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ) સેવાઓની […]

ફોન ઓવરહિટીંગથી બચવા માટે જાણો મહત્વની કેટલીક ટીપ્સ, થશે ફાયદો

ફોન ઓવરહિટીંગની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ફોન ગમે તેટલો સારો હોય પણ તેમાં હીટિંગની સમસ્યા આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને એવી ટીપ્સ જણાવીશું જેથી તમારા ફોનને કૂલ કરવામાં  મદદ કરશે. જો ફોન વધારે ગરમ થઈ જાય તો તમે એક સામાન્ય વસ્તુ કરી શકો છો. તમારે ફોનને પંખાની નીચે મુકવો જોઈએ એટલું જ નહીં […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

મોબાઈલ ફોનમાં નેટવર્ક વિના કેવી રીતે થઈ શકે છે ઈમરજન્સી કોલ, જાણો..

તમે ઘણી વાર જોયું હશે કે ફોનમાં કોઈ મોબાઈલ નેટવર્ક નથી, પરંતુ તેમ છતાં તમને ઈમરજન્સી કોલ કરવાનો વિકલ્પ મળે છે. તમે કોઈપણ નેટવર્ક વગર પણ ઈમરજન્સી નંબર પર કોલ કરી શકો છો. ઈમરજન્સી કોલમાં તમે પોલીસ, એમ્બ્યુલન્સ વગેરેને કોલ કરી શકો છો. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોનમાં નેટવર્ક ન હોવા છતાં […]

2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાને પાર,ગામડાઓએ ચૂકવણીમાં શહેરોને પાછળ છોડયા

દિલ્હી : 2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને પાર કરી ગયા છે. 2016માં UPI દ્વારા માત્ર રૂ. 6,947 કરોડના વ્યવહારો થયા હતા. સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન UPI- વ્યવહારો 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે. ખાસ વાત એ છે કે ગામડાઓએ UPI પેમેન્ટમાં શહેરોને પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, 2015-16માં […]

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલર પાવરથી ઈંઘણ બનાવવાની ટેકનોલોજી વિકસાવી

નવી દિલ્હીઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ સોલાર પાવરથી ઈંધણ બનાવવાની રીત શોધી કાઢી છે. સંશોધકે એક કૃત્રિમ પર્ણ વિકસાવ્યું છે. આ પાંદડાની મદદથી તે સૂર્યપ્રકાશની શક્તિનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડને પ્રવાહી બળતણમાં રૂપાંતરિત કરી શકે છે. આ પ્રવાહી બળતણનો સીધો ઉપયોગ વાહનોમાં ડ્રોપ-ઈન ઈંધણ તરીકે થઈ શકે છે. નેચર એનર્જી જર્નલમાં ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા એક […]