1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રક્ષાબંધન પર સુંદર દેખાવા માંગતા હોવ તો જાસ્મિન ભસીનના આ ખાસ આઉટફિટ્સ ચોક્કસ ટ્રાય કરો

રક્ષાબંધનના આ તહેવાર પર ભાઈ બહેન સુંદર દેખાવા માંગે છે. એવામાં તમે જાસ્મિન ભસીનનું આ ખાસ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો. તેમાં તમે ખુબ સુંદર દેખાશો. આ રક્ષાબંધન પર કંઈક અલગ પહેરવા માંગો છો તો જાસ્મિન ભસીનનું આ સુક ટ્રાય કરી શકો છો. જો તમે વ્હાઈટ કલરમાં કેટલાક આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો તો તમે […]

દેશના સૌથી ફેમસ રાષ્ટ્રીય ઉદ્યાનો વરસાદની મોસમ દરમિયાન ફરવા માટે બેસ્ટ

જો તમે પણ નેશનલ પાર્કમાં જવા ઈચ્છો છો તો તમે ભારતના આ પ્રખ્યાત પાર્કની મુલાકાત લઈ શકો છો. જો તમે પણ ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં વાઘની વસ્તી સૌથી વધુ છે. આ સિવાય ઉત્તરાખંડમાં સ્થિત જિમ કોર્બેટ ભારતનું સૌથી જૂનું […]

નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને મળ્યો IOC ઓલમ્પિક ઓર્ડર સન્માન

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક ઓર્ડર એ અસાધારણ સેવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન છે. બિન્દ્રા, IOC એથ્લેટ્સ કમિશનના સભ્ય, આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે, તેમની સિદ્ધિ માટે અસંખ્ય અગ્રણી વ્યક્તિઓ […]

નિપાહ વાયરસના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જાણો…

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન વિવિધ રોગચાળાએ માથુ ઉચક્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કેરળમાં હવે નિપાહ વાયરસમાં એક કિશોરના મોતની ઘટના સામે આવતા ખળભળાટ  મચી ગયો છે. તેમજ દેશનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે. નિપાહ વાયરસ […]

યુવાનો માટે મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી

સરકાર 1 કરોડ યુવાનોને મોટી 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આમાં 6000 રૂપિયાના વધારાના ભથ્થા સાથે દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે. સંગઠિત ક્ષેત્રમાં આવતા કર્મચારીઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે જેઓ EPFOમાં નોંધાયેલા હશે. તેમને એક મહિનાનો 15,000 રૂપિયાનો પગાર ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આ માટે 1 લાખ […]

બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની નવી સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. દેશવાસીઓને અભિનંદન આપતા પીએમ મોદીએ બજેટને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા જેવું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપવાનું છે, તે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે […]

બજેટમાં ન તો ખેડૂતો માટે કોઇ રાહત છે ન તો ગરીબ કે મધ્યમવર્ગ માટેઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજુ કરવામાં આવેલા બજેટને સંપૂર્ણ નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મંદીથી, મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે એવી આશા હતી , પરંતુ આજનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ બજેટમાં ગુજરાતીઓ માટે કોઇપણ જાહેરાત કે, રાહતની વાત […]

અમદાવાદમાં હજુ 72 ટકા વરસાદની ઘટ, અસહ્ય બફારો છતાંયે મેધરાજા મન મુકીને વરસતા નથી

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાટોપ વાદળો ગોરંભાયા હોવા છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી. હવે તો હવામાન ખાતાની આગાહી પણ ખોટી પડી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરમાં હજુ 72 ટકા વરસાદની ઘટ છે. જોકે 26મી જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ અરબી સમુદ્ર પાસે સક્રિય […]

અમદાવાદ શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો,

અમદાવાદ: શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરોને કારણે મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. તેથી અમદાવાદ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો ટાળવા એક્શનમાં આવ્યું છે. જેના ભાગરૂપે વરસાદ પહેલા જ એટલે કે મચ્છરજન્ય રોગ ફેલાય નહી તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર સર્વેલન્સ કર્યું હતું. આ સર્વેલન્સમાં હાલ પણ […]

ગુજરાતમાં 31 જળાશયો હાઈએલર્ટ પર, સરદાર સરોવર નર્મદા ડેમ 55 ટકા ભરાયો

ગાંધીનગર:  રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 1,83,724 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,23,685 એમ.સી.એફ.ટી. એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code