1. Home
  2. revoi editor

revoi editor

આપણે વધુને વધુ કેસોને સમયસર પૂર્ણ કરીને લોકોને ન્યાય અપાવવા બનતું કરવું જોઈએ : મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ

અમદાવાદઃ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ અને કાયદામંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત હાઇકોર્ટ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા ગુજરાત લો હેરાલ્ડની નવી વેબસાઇટ તથા મોબાઈલ એપ્લીકેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર વતી  ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.પાંચ કરોડનો ચેક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અર્પણ કર્યો હતો. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને ગુજરાત બાર કાઉન્સિલના […]

ત્વચા માટે પાનના પત્તાનો ઉપયોગ કરવાથી તમે આશ્ચર્યચકિત થઈ જશો, એક નહીં અનેક ફાયદા

ત્વચાને સુંદર બનાવવા માટે તમે પાનના પત્તાનો પયોગ કરી શકો છો. આ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. પાનના પત્તા મોંને રિફ્રેશ કરવા સિવાય ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. પાનના પત્તા માંથી ફેસ પેક બનાવવા માટે આ પાંદડાને પીસીને તેમાં થોડું દહીં ઉમેરીને પેસ્ટ તૈયાર […]

FPIs એ મહિનાની શરૂઆતથી ઈક્વિટીમાં રૂ. 33,688 કરોડ અને ડેટમાં રૂ. 19,222 કરોડનું કર્યું રોકાણ

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ 26 જુલાઈ સુધી ભારતીય ઈક્વિટી અને ડેટમાં રૂ. 52,910 કરોડનું રોકાણ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી FPIs ભારતીય શેરબજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલ યુનિયન બજેટ 2024-25 માં ઇક્વિટી માર્કેટમાં સ્થિરતા વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. સરકારે બજેટમાં પરોક્ષ કરના નિયમોને સરળ બનાવ્યા છે […]

‘બોલવાની તક જ અપાતી નથી’ મમતા બેનર્જી નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને નીકળી ગયા

નીતિ આયોગની બેઠક હાલ ચર્ચામાં છે..કારણકે વિપક્ષમાંથી એક માત્ર મમતા બેનર્જીએ જ આ બેઠકમાં ભાગ લીધો છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની આ બેઠક ચાલી રહી છે. અહેવાલ છે કે મમતા બેનર્જી મીટિંગ અધવચ્ચે છોડીને બહાર નીકળી ગયા હતા. એટલું જ નહીં, મમતાએ આ દરમિયાન કહ્યું કે આ કેવી રીતે ચાલે? મમતા બેનર્જીએ […]

આસામના ચરાઈદેવ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ઉમેરવામાં આવતાં પ્રધાનમંત્રીએ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ચરાઈદેવ મૈદમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવતાં તેમની ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું કે ભારત માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. ચરાઈદેવ ખાતેના મૈદમ ભવ્ય અહોમ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે, જે પૂર્વજોને અત્યંત આદર આપે છે, મોદીએ વધુમાં ઉમેર્યું હતું. ઉપરોક્ત […]

મહિલા એશિયાકપઃ ભારત-શ્રીલંકા વચ્ચે રવિવારે રમાશે ફાઈનલ

નવી દિલ્હીઃ મહિલા એશિયા કપની અત્યંત રોમાંચક બીજી સેમીફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 28 જુલાઈ, રવિવારે રમાશે. બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશીયા કપની ફાઇનલમાં નવમી વાર પ્રવેશ કર્યો છે રેણુકા સિંહ ઠાકુર અને રાધા યાદવની 3-3 વિકેટ બાદ વાઇસ કેપ્ટન સ્મૃતિ […]

CRPFનો 85મો સ્થાપના દિવસઃ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ

નવી દિલ્હીઃ આજે 27 જુલાઈ, CRPFનો 85મો સ્થાપના દિવસ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 27 જુલાઈ, 1939 ના રોજ સ્થપાયેલ, CRPF કાયદો અને વ્યવસ્થા જાળવવા, બળવાખોરોનો સામનો કરવા અને આતંકવાદ વિરોધી કામગીરી કરવા માટે જવાબદાર છે. તેને 27 જુલાઈ, […]

પ્રધાનમંત્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CRPFના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે તેમનું અતૂટ સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની અવિરત સેવા ખરેખર પ્રશંસનીય છે. પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું હતું કે, “તેમના સ્થાપના દિવસના અવસરે @crpfindiaના તમામ કર્મચારીઓને મારી શુભેચ્છાઓ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું અતૂટ સમર્પણ અને અવિરત સેવા ખરેખર પ્રશંસનીય […]

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હુમલો નિષ્ફળ, સેનાનો જવાન શહીદ

શ્રીનગરઃ ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની ‘બોર્ડર એક્શન ટીમ’ (BAT)ના હુમલાને નિષ્ફળ બનાવ્યા હતો. જો કે, આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો અને એક કેપ્ટન સહિત અન્ય ચાર સેનાના જવાનો ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ માર્યો ગયો હતો. […]

મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે

નવી દિલ્હીઃ આજકાલના બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે. જેના કારણે મોબાઈલ ફોનનું વ્યસન બાળકોને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. બાળકોમાં મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને કારણે ખરાબ ઊંઘની ગુણવત્તાથી લઈને તણાવ, ચિંતા અને ઉચ્ચ સ્તરના ડિપ્રેશનનું કારણ બની શકે છે. બાળકો અને કિશોરોમાં મોબાઈલ ફોનનું વ્યસન તેમને માનસિક રોગી બનવાનું કારણ બની શકે છે. આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code