1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનો કાર્યક્રમ, ખેલાડીઓ પાસે દેશવાસીઓને અનેક આશા

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું […]

સૂર્યાકુમાર યાદવને ટી20 ટીમનો કેપ્ટન બનાવતા હાર્દિક પંડ્યા નારાજ હોવાની અટકળો

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો હતો. આ પછી ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે, એટલું જ નહીં સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ આ પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું છે. […]

પેરિસ ઓલમ્પિક 2024માં ખેલાડીઓને દરરોજ અપાશે બે કોન્ડોમ

પ્રકૃતિએ તમામ જીવોને વિવિધ અવયવો આપ્યા છે તેમાંનું એક અંગ એટલે પ્રજનન અંગ. જે નહિ માત્ર જન્મ માટે પરંતુ કામની ભૂખને તૃપ્ત કરવામાં પણ ભાગ ભજવે છે. યુવાનોમાં SEX ની ઈચ્છા થવી એ કુદરતી છે. તેવી જ રીતે ખેલાડીઓમાં પણ SEX ની ઈચ્છા થવી સ્વાભાવિક છે. મિત્રો વર્ષ ૨૦૨૪ ઓલમ્પિક પેરિસ ખાતે યોજાઈ રહ્યો છે […]

મહિલા એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો, નેપાળને 82 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હીઃ મહિલા એશિયા કપ 2024ની 10મી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 82 રને જીતી લીધી છે. 179 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 96 રન જ નોંધાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમે […]

નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને મળ્યો IOC ઓલમ્પિક ઓર્ડર સન્માન

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ચળવળમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક ઓર્ડર એ અસાધારણ સેવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) દ્વારા આપવામાં આવેલ સર્વોચ્ચ સન્માન છે. બિન્દ્રા, IOC એથ્લેટ્સ કમિશનના સભ્ય, આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય છે, તેમની સિદ્ધિ માટે અસંખ્ય અગ્રણી વ્યક્તિઓ […]

ઓલિમ્પિક 2036ની યજમાની માટે ભારતની બિડ માટેની દરખાસ્ત

નવી દિલ્હીઃ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) ના યજમાન કમિશન (FHC) સાથે વાટાઘાટ પ્રક્રિયા શરૂ કરીને 2036માં ઓલિમ્પિક્સની યજમાની તરફ પહેલું પગલું ભર્યું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વિકાસની પુષ્ટિ કરી હતી. IOC […]

બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણઃ ગૌત્તમ ગંભીર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા જતા પહેલા પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ હાજર હતા. ગંભીર અને અગરકરે ઘણા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ, વિરાટ કોહલી […]

ઈંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 241 રને હરાવ્યું

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 241 રને હરાવ્યું. આ જીત સાથે, ઈંગ્લેન્ડે શ્રેણીમાં તેમજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ શાનદાર પ્રદર્શન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત બાદ ઈંગ્લેન્ડ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. વર્તમાન ચક્રમાં ઈંગ્લેન્ડની આ […]

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય સેનાના 24 ખેલાડીઓ ભાગ લેશે

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર 117 ભારતીય ખેલાડીઓમાં 24 સશસ્ત્ર દળોના જવાનો હશે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈ, 2024 ના રોજ શરૂ થવાનું છે. આ 24 એથ્લેટ્સમાંથી 22 પુરૂષો છે, જેમાં સ્ટાર ભાલા ફેંકનાર સુબેદાર નીરજ ચોપરાનો સમાવેશ થાય છે, અને બે મહિલા છે, જે ઓલિમ્પિકમાં પ્રથમ વખત મહિલા સૈન્ય રમતવીરોની ભાગીદારી દર્શાવે છે. સંરક્ષણ […]

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગ્લોબલ ટી20 લીગ રમવા માટે સિનિયર ખેલાડીઓને ન આપી મંજુરી

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમ પણ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટમાં બબાલ ચાલી રહી છે. પાકિસ્તાન ક્રિકેટના સંદર્ભમાં વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવા પણ અહેવાલ હતા કે, પીસીબી કેપ્ટન તરીકે બાબર આઝમની માનસિકતાથી નાખુશ છે. જો કે તેને સુકાનીપદેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code