1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 52થી વધુના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ […]

મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજુરીની મહોર મારી

નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે. આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા […]

દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, છત્તીસગઢમાં 3 ઝડપાયાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના બોગલમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરીને પોલીસે ભેદ ઉકેલી નાખીને 3 શખ્સોને છત્તીસગઢથી ઝડપી લીધા હતા. તેમજ ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે વિવિધ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરી કેસમાં પોલીસે લોકેશ […]

વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજસ્થાનની મુલાકાતે

જયપુરઃ રાજસ્થાનમાં આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીની ટીમ રાજસ્થાન પહોંચી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન ચૂંટણીપંચની ટીમ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપશે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

મધ્યપ્રદેશમાં કુખ્યાત નક્સલવાદી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પોલીસ દ્વારા અસમાજીક તત્વો અને દેશ વિરોધીતત્વોની સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટમાં સુરક્ષા એજન્સીએ કુખ્યાત નક્સલવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ નક્સલવાદી ઉપર પોલીસ દ્વારા 14 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એમપીનું બાલાઘાટ દાયકાઓથી નક્સલવાદી સમસ્યા […]

પીએમ મોદીએ ગાંધી જયંતિ પહેલા સ્વચ્છતા અભિયાન માટે દેશની જનતાને કર્યું આ આહ્વાન

દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ શુક્રવારે લોકોને 1 ઓક્ટોબર ગાંઘી જયંતિના રોજ સવારે 10 વાગ્યે દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમજ પીએમ મોદીએ એક પોસ્ટ કરી છે કે સ્વચ્છ ભારત એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “1 ઓક્ટોબરે […]

અદાણી વિદ્યા મંદિર- અમદાવાદનું 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સ-2023માં સન્માન

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરે પર્યાવરણ જાગૃતિ શિક્ષણ પ્રત્યેના અભિગમ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરી છે. (AVMA)શાળાએ 7મી NYC ગ્રીન સ્કૂલ કોન્ફરન્સમાં પ્રતિષ્ઠિત ગ્રીન સ્કૂલ એવોર્ડ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રમાં મળેલ આ સન્માન ભારતના ટકાઉ શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને પર્યાવરણીય મુદ્દાઓને આવરી લેતા સક્રિય વલણને પ્રકાશિત […]

ભારતે આઝાદીના 75 વર્ષમાં અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ 75 વર્ષમાં દેશે અનેક ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. 75 વર્ષની આ યાત્રામાં દેશની લોકશાહી વધુ મજબૂત થઈ છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું.  તેમણે કહ્યું કે દેશમાં એક પક્ષની સરકાર જાય છે તો બીજી પાર્ટીની પણ સરકાર આવે છે. ગૃહ પ્રધાન શાહ ‘પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ના 118માં વાર્ષિક […]

ફિલ્મ ‘ફૂકરે’ નું પ્રથમ દિવસનું કલેક્શન આવ્યું સામે, પહેલા જ દિવસે દર્શકોનો મળ્યો ખૂબ સારો પ્રતિસાદ

મુંબઈઃ વિતેલા દિવસને ગુરુવારને ગણેશ વિસર્જનના દિવસે ફૂકરરે 3 સિમેના ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મને પ્રથમ દિવસે દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જવાન ફિલ્મના દર્શકો હવે ઘીરે ઘરીે ફૂકરે તરફ વળે તો નવાઈની વાત નહી હોય. માહિતી પ્રમાણે ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન સામે આવ્યું છે બોક્સ ઓફિસ ટ્રેકર સચનિલ્કના પ્રારંભિક ડેટા પ્રમાણે, […]