1. Home
  2. ગુજરાતી
  3. ઓટો

ઓટો

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]

ડિસેમ્બરમાં આ દિવસે આવી શકે છે 2023 BMW X7 ફેસલિફ્ટ કાર, સાથે જ ઘણી બધી સુવિધાઓ પણ હશે!

નવી દિલ્હી:   ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી,  તે  2023 BMW X7 ફેસલિફ્ટની  લૉન્ચ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. તે 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આગામી મોડલ BMW 7-સિરીઝ હેઠળનું આ મોડેલ સૌથી મહત્વપૂર્ણ કારોમાંનું એક છે. તેને બ્રાન્ડના વિશિષ્ટ M340i xDrive પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

એલન મસ્ક જ્યાં લોકોને બરતરફ કરે છે, ત્યાં બીજી બાજુ જગુઆર કંપનીએ પોતાની કંપનીમાં જોડાવા માટે લોકોને સામેથી બોલાવ્યા 

મુંબઈ : જેમ જેમ Meta Platforms Inc., Twitter Inc. અને અન્ય ટેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે, ત્યારે ‘જૂનું એટલું સોનું’ના ભાવ સાથે કેટલીક અગ્રગણ્ય કંપનીઓ આવા કર્મચારીઓને ખુલ્લાં દિલે આવકારી રહી છે. હાલમાં જ લક્ઝરી કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે શુક્રવારે જણાવ્યું હતું કે તે સેલ્ફ ડ્રાઇવિંગથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિફિકેશન […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

શું તમારી પાસે ઈલેક્ટ્રિક કાર વિશે જાણકારી નથી? તો હવે આજે જ જાણી લો

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું ચલણ વધી રહ્યું છે, લોકો ધીમે ધીમે ઈલેક્ટ્રિક વાહન (ઈવી) તરફ વળી રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે કે જેમને ઈવી લેવી તો છે પણ તેના વિશે કેટલીક જાણકારી નથી અને તેના કારણે તેઓ થોડા વિચારોમાં પણ રહે છે, તો આજે જાણી લો કે ઈવી એ શું છે અને તે […]

જેટ એરવેઝે 60% સ્ટાફને બિન પગારી રજા પર મોકલ્યો, તો કેટલાક કર્મચારીઓના પગારમાં 50% સુધીનો ઘટાડો.

જેટ  એરવેઝે સિનીયર પોસ્ટના કર્મચારીઓ સહિત તેના લગભગ 60 ટકા કર્મચારીઓને 1 ડિસેમ્બરથી ત્રણ મહિના માટે બિન પગારી (LWP) રજા પર મોકલવાનું નક્કી કર્યું છે. એરવેઝે કેટલાક કર્મચારીઓના પગારમાં પણ 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. જાલાન-કાલરોક કન્સોર્ટિયમ દ્વારા  જે દિવસે  એરવેઝને પુનર્જીવિત કરવા માટેની બીડ જીતવામાં આવી, તે દિવસે તેણે એ અંગે પોતાના નિવેદનમાં […]

વિક્રમ-એસ પ્રારંભ મિશન: ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમનું શ્રી હરિકોટાથી પહેલું ઉડ્ડયન સફળ, નવો ઈતિહાસ રચાયો

દેશમાં સૌ પ્રથમ વખત ખાનગી સ્પેસ કંપની વિક્રમ-એસ દ્વારા બનાવવામાં આવેલ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.આ ઘટનાથી  ભારતીય અંતરીક્ષ કાર્યક્રમને એક અલગ ઊંચાઈ મળી છે. 18 નવેમ્બર 2022ના રોજ સવારે 11.30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી અંતરીક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ લખાયો. પ્રારંભ એ હૈદરાબાદ સ્થિત ઈન્ડિયા સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસનું પ્રથમ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]