1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

દેશમાં દસ વર્ષમાં મોબાઈલ કનેક્શનની સંખ્યામાં 29 ટકાનો વધારો, આંકડો 116 કરોડનો પાર

નવી દિલ્હીઃ દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ. અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યા કેટલી […]

ભારત બનશે વિશ્વનું સૌથી મોટું મોબાઈલ માર્કેટ, બજેટ બાદ ચીનની ઉંઘ ઉડી

નાણામંત્રી નીર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજુ કર્યું છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે. મોબાઈલ ફોન થશે સસ્તા નાણામંત્રી નિર્મલા […]

બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે વિવિધ અગ્રણી ટેકનિકલ સંસ્થાઓના ફેકલ્ટી મેમ્બર્સ માટે 82 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિને વધુ વિસ્તૃત કરવા, વિવિધતા લાવવા અને વેગ આપવા આઇઆઇટી, એનઆઇટી અને અન્ય નિષ્ણાતો સહિત વિવિધ અગ્રણી ટેકનિકલ સંસ્થાઓનાં ફેકલ્ટી મેમ્બર્સ માટે 82 સંશોધન અને વિકાસ (આરએન્ડડી) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ, જેમાં દરેકનું બજેટ દસ લાખ રૂપિયા સુધીનું છે અને પૂર્ણ થવાની સમયમર્યાદા છ મહિનાની […]

શેરબજાર ઉપર બજેટની અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે નબળી શરૂઆત સાથે ખુલ્યું છે. બજેટ પછી પણ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ 85.66 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 80,343.38 પર ખુલ્યો અને નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14% ના ઘટાડા સાથે 24,444.95 પર ખુલ્યો. બજેટના કારણે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હતી. જોકે, ટ્રેડિંગ […]

શેરબજારમાં થનારી આવક ઉપર ટેક્સ વધતા રોકાણકારો નિરાશ, શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભ કર વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજાર સપાટ પડી ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા […]

બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત

નવી દિલ્હી­: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આવકવેરાના બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકદર પર નાણામંત્રી સીતારમણએ જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થા હેઠળ 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. રૂ. 3થી 7 લાખ […]

બજેટની શેરબજાર ઉપર અસર, સેન્સેક્સ-નિફ્ટી તેજી સાથે ખુલ્યા

મુંબઈઃ આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત પહેલા ભારતીય શેરબજારના સૂચકાંકો 24,550 ની ઉપર નિફ્ટી સાથે ઊંચા ખુલ્યા હતા. સેન્સેક્સ 193.35 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 80,695 પર અને નિફ્ટી 53 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 24,562 પર હતો. લગભગ 1615 શેર વધ્યા, 733 શેર ઘટ્યા અને 125 શેર યથાવત રહ્યા. ખાસ કરીને મિડ-કેપ સ્પેસમાં […]

બજેટ પૂર્વે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી

નવી દિલ્હીઃ 23 જુલાઈએ રજૂ થનારા બજેટ પહેલા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. જો કે આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. બજેટ પહેલા ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 102.57 પોઈન્ટના ઘટાડા સાથે 80,502 પોઈન્ટ પર બંધ રહ્યો હતો […]

બજેટ પહેલા શેરબજારમાં ભારે ઘટાડો

નવી દિલ્હીઃ બજેટના એક દિવસ પહેલાં શેયર બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 500 પોઈન્ટ લપસી ગયો. તો NSEના નિફ્ટીએ 138 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી. આજે ભારતીય શેરબજારની ભારે ઘટાડા સાથે શરુઆત થઈ છે. બજેટ પહેલાની અનિશ્ચિતતાને કારણે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઘટાડા જોવા મળ્યો અને […]

NRI એ એપ્રિલ-મેમાં ભારતમાં 2.7 અબજ ડોલર મોકલ્યાં

નવી દિલ્હીઃ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાંની રકમ આ વર્ષે એપ્રિલ-મેમાં ત્રણ ગણી વધીને 2.7 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે 0.6 અબજ ડોલર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી . NRI ડિપોઝિટ સ્કીમમાં જમા રકમ મે મહિનામાં વધીને 154.72 અબજ ડોલર થઈ ગઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code