1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!

અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. કોપર ઉત્પાદનની કામગીરીમાં રોકાણ એ અદાણી પોર્ટફોલિયોનો માત્ર મેટલ્સ ક્ષેત્રમાં પ્રવેશ જ નહીં, પરંતુ ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ ભારતની છલાંગ છે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં […]

ઈ-કારનું વેચાણ 91 ટકા વધ્યું, 2023-24માં 9.47 લાખથી વધારે ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું

નવી દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક કારનું છૂટક વેચાણ 2023-24માં વાર્ષિક ધોરણે 91.37 ટકા વધીને 90,996 યુનિટ થયું છે. 2022-23માં કુલ 47,551 ઈ-કારનું વેચાણ થયું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA)ના ડેટા મુજબ, ગયા વિત્ત વર્ષમાં છૂટક બજારોમાં કુલ 9,47,087 ઈ-ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. આ આંકડો 2022-23માં વેચાયેલા 7,28,205 ઈ-ટુ-વ્હીલર કરતાં 30.06 ટકા વધુ છે. આ […]

ભારતીય શેરબજારમાં તેજી, રોકાણકોરાની રકમમાં થયો વધારો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં સતત તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ વધારા સાથે 74 હજાર 900 અને નિફ્ટી વધારા સાથે 22 હજાર 700 આસપાસ કારોબાર કરી રહ્યાં છે. આજે મેટલ અને એનર્જી સેક્ટર્સ તેજીનું નેતૃત્વ કરી રહ્યાં છે. કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ વધારા સાથે 89.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર […]

શ્રીલંકાએ 19 ભારતીય માછીમારોને મુક્ત કર્યા

બેંગ્લોરઃ શ્રીલંકાની નેવીએ મંગળવારે અટકાયતમાં લીધેલા 19 ભારતીય માછીમારોને ભારત પરત મોકલી દીધા છે. ભારતીય હાઈ કમિશને આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા આટલા જ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય હાઈ કમિશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે 19 ભારતીય માછીમારોને શ્રીલંકાથી ચેન્નાઈ મોકલી દેવામાં આવ્યા છે. શ્રીલંકાના નૌકાદળે […]

ભારતીય નિર્માતાઓએ વૈશ્વિક EV બજાર કબ્જે કરવું જોઈએઃ G20 શેરપા અમિતાભ કાંત

નવી દિલ્હીઃ G20 શેરપા અને નિતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતનું કહેવુ છે કે ઈંટરનલ કમ્બશન એન્જિન (ICE) એક જુની ટેક્નોલોજી છે અને ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું છે. તેણે ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) નિર્માતાઓને ભારતને ઈવીનો સૌથી મોટો નિર્માતા અને નિર્યાતક બનાવવા માટે પ્રેરિત કર્યા. મીડિયા રિપોર્ટ મુજબ, કાંતે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના ભાષણ દરમિયાન કહ્યું […]

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે 75 હજારનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર દરરોજ નવા શિખરો શર કરી રહ્યું છે. ત્યારે આજે નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000નો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. તો નિફ્ટીએ પણ 22 હજારની સપાટી વટાવી હતી. હાલ બીએસસીનો સેન્સેક્સ 236 પોઈન્ટ વધી 75 હજાર 70 પર તો નિફ્ટી 83 પોઈન્ટ વધી 22 હજાર 750  પર […]

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી

મુંબઈઃ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ ઊંંચાઈએ પહોંચ્યા છેશેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું છે અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો છે. BSE સેન્સેક્સ 307.22 પોઈન્ટ અથવા 0.41 ટકાના વધારા સાથે 74,555.44 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 64.65 પોઈન્ટ અથવા […]

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 2023-24માં ઓલટાઇમ રેકોર્ડ કાર્ગો હેન્ડલિંગ

નવી દિલ્હીઃ પોતાના 154 વર્ષના ઇતિહાસમાં, કોલકાતા ડોક સિસ્ટમ (કેડીએસ) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (એચડીસી) સહિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા (એસએમપી કોલકાતા)એ 66.4 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગોનું સંચાલન કરીને નાણાકીય વર્ષ 2023-24માં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું, જે 2022-23માં 65.66 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી 1.11 ટકાનો વધારો દર્શાવે છે. અધ્યક્ષ રથેન્દ્ર રામન આ અભૂતપૂર્વ થ્રુપુટનો […]

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code