1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું કેન્સરથી નિધન,88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમદાવાદ :ભારતીય ક્રિકેટ માટે રવિવારે સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતા. દુર્રાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દુર્રાનીને 1960માં […]

સૌરાષ્ટ્ર સાથે પાટણ-વડોદરાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ સહાય પેકેજનો લાભ મળશે

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ […]

દેશમાં માર્ચમાં જીએસટી આવક વધીને થઈ 1.60 લાખ કરોડ

નવી દિલ્હીઃ દેશમાં માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત […]

કોરોનાએ માથુ ઉચક્યું: 2294 એક્ટિવ કેસ, 9 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને […]

અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજના મામલે રાજકારણ ગરમાયું, તકેદારી આયોગ સમક્ષ મામલો પહોંચ્યો

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા બનેલો બ્રિજ જર્જરિત બનતા હાલ વાહન વ્યવહાર માટે બંધ છે. જો કે, આ બ્રિજને લઈને મનપાનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન સમગ્ર મામલો તકેદારી આયોગ સમક્ષ પહોંચ્યો છે. કોંગ્રેસે સમગ્ર મામલે રજુઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યની વડી અદાલતમાં અરજી કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળે […]

રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી, 4 અને 5મી એપ્રિલે કમોસમી વરસાદ વરસશે

અમદાવાદઃ રાજ્યામાં તાજેતરમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે, હવે ઉનાળો ચાલતો હોય તેવી અનુભવી થઈ રહી છે અને બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધશે. હજુ પણ 2થી4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે, હવામાન વિભાગે ફરી એકવાર […]

વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા: મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ દ્વારા આયોજિત મોડલ યુનાઇટેડ નેશન્સ 2.0 કૉન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે. યુવાનોની પ્રતિભા વિકસાવવા માટેના મંચ પૂરા પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યુથ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું […]

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ […]

રાજકોટ સિવિલની સુવિધામાં વધારો,બ્લડ બેંકમાં ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

રાજકોટ :રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને  ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું  હતું. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ દાતા  હાય-કોન ટેક્નોકાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક મશીન આવતા જરૂરિયાતમંદ દર્દીઓની સુવિધામાં વધારો થશે. સિવિલ હોસ્પિટલ ખાતે […]

ગુજરાત યુનિ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટમેલાનું આયોજન

અમદાવાદ :  UN દ્વારા વર્ષ 2023ને આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ વર્ષની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  આવતી કાલે તારીખ 01 એપ્રિલના રોજ, થલતેજ ખાતે આવેલા પ્રયાસ એક કોશિશ કલાસીસ,રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે મિલેટ પર કેમ્પેઈન ડિઝાઈનનું આયોજન કરવામાં આવ્યું છે. […]