1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કપાસના સારા ભાવ મળતા હોવા છતાં આ વર્ષે કપાસનું વાવેતર વધી શક્યું નહીં

રાજકોટઃ રાજ્યમાં મેઘરાજાના સમયસરના આગમનને લીધે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જો કે, ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશમાં વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સરકારી ચોપડે વાવણી પાછલા વર્ષથી સહેજ વધીને 70.67 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ છે પણ હવે વરસાદ ન પડતા […]

રાજ્યમાં ગાંધીનગર સહિત પાંચ શહેરોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરાશે

અમદાવાદ :  રાજ્યમાં સીરો સર્વેના બીજા તબક્કાની કામગીરી ચાલુ કરવામાં આવશે. મોટે ભાગે ચાલુ મહિને જ આ કામગીરી હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે. પાંચ મહાનગરો ગાંધીનગર, વડોદરા, ભાવનગર, જામનગર અને  રાજકોટ જિલ્લામાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ સુરત મનપા સહિત છ જિલ્લામાં સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં 100 કરતા […]

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31માં ટ્રેડ ફેર શોનો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે:-  કૌશીકભાઇ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે:-  સી.આર.પાટીલ અમદાવાદ: આજે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું […]

ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંયા કરો ચેક

અમદાવાદઃ ગુજરાતમાં માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટે સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આવી જ રીતે માહિતી નિયામક કચેરીમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-1ની સંયુક્ત ભાગ-1ની પ્રિલિમીનરી પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ માહિતી નિયામક […]

ત્રણ વર્ષનું સરવૈયુઃ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે દેશમાં ગુજરાત બીજાક્રમે

અમદાવાદઃ ગુજરાતમાં પણ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13  આરોપીઓના  પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને […]

ગાયના છાણમાંથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર

સુરતઃ  ભાઈ-બહેનના પવિત્ર પ્રેમરૂપી રક્ષાબંધનનો પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી વધી રહી છે, જોકે આ વખતે બજારમાં છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે.  સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. […]

વૃક્ષારોપણ ક્ષેત્રે સુંદર કામગીરી કરનારી બનાસ ડેરીનું ‘અમૂલ ગ્રીન એવોર્ડ’થી સન્માન કરાયું

10 વર્ષમાં 10 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક બનાસકાંઠાનો હરિયાળો જિલ્લો બનાવવાનો મક્કમ ઈરાદો લાખો પશુપાલકો પણ અભિયાનમાં જોડાયાં અમદાવાદઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ક્લાઈમેટ ચેન્જની સામે લડી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પ્રદુષણ ઓછુ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા દસ વર્ષમાં દસ કરોડ વૃક્ષોનું વાવેતર કરીને […]

ગુજરાતમાં સાડા ત્રણ વર્ષમાં કુદરતી આફતને લીધે 549 લોકોએ જીવ ગુમાવ્યા હતા

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2020-21માં ભારે વરસાદ, પૂર–વાવાઝોડા સહિતની કુદરતી હોનારતના કારણે 215 લોકોએ જીવ ગુમાવ્યા હતા, કુદરતી હોનારતમાં મોત મામલે દેશમાં ગુજરાત બીજા ક્રમે છે, પશ્ચિમ બંગાળમાં આ વખતે સૌથી વધુ ૩૫૪ લોકોનાં મોત થયા હતા. એકંદરે કુદરતી હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 482  લોકોનાં મોત થયાં હતા. એક રિપોર્ટ મુજબ  તૌકતેમાં વાવાઝોડામાં ગુજરાતમાં 67 […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓના અકડ વલણને લીધે બટાટા-ડુંગળીની આવક બંધ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં  સતત બીજા દિવસે ડુંગળી-બટેટાની આવક બંધ રહેતા બજારમાં માલની ખેંચ વર્તાઈ રહી છે અને લાંબો સમય આવક બંધ રહે તો અછતની ભીતિ સર્જાઈ તેમ છે. મૂળભૂત રીતે ટ્રાન્સપોર્ટ અને મજૂરોની લડાઈમાં લોકોનો મરો થાય તેવા સંજોગો નિર્માણ થયા છે. દરમિયાન આ મુદે આજે બપોરે બેઠક મળનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટ […]

અમદાવાદ સહિતના ડિવિઝનમાં 4 મહિનામાં ટ્રેનોની ટિકિટ બ્લેકમાં વેચતા 118 શખસ પકડાયાં

અમદાવાદઃ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જનજીવન રાબેતા મુજબ બની ગયું છે. સાથે જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ રહ્યા છે. રેલવે હાલ ફક્ત રિઝર્વ ટ્રેનો જ દોડાવી રહ્યું છે. જેના પગલે રિઝર્વેશન વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય તેમ નથી. જેથી […]