1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ચૂંટણીપંચઃ કાયદાને નેવે મુકીને ડોનેશન્સ લેતા રાજકીય પક્ષો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહી અનુસાર લોકસભા, રાજ્યસભા, વિવિધ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય છે. તેમજ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાને લઈને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. દેશમાં નાના-મોટા મળીને રાષ્ટ્રીય અને સ્થાનિક અનેક રાજકીય પક્ષો કાર્યરત છે. દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યું હોય […]

કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ રહ્યો તોફાની, વિપક્ષનો હંગામો

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર હંગામા સાથે શરૂ થયું. રાજ્યપાલ આનંદીબેન પટેલના સંબોધન પહેલા જ સભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ તમામ પક્ષોને શાંતિપૂર્ણ રીતે ગૃહ ચલાવવાની અપીલ કરી હતી. […]

એમએનએસના ફાયરબ્રાન્ડ નેતા રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ હાલ મોકુફ રખાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે સરકાર સામે બાંયો ચડાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે 5મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના હતા. જો કે, હવે કેટલાક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. માનવસૈનિકોએ પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી […]

વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જોવે છે. ભારતને ઉંચાઈ ઉપર લઈ જવા માટે આઝાદીના લડવૈયાઓએ સ્વપ્ન જોયું હતું. દેશની આશા અને આકંક્ષા આપણી જવાબદારીમાં વધારો કરે છે. આજે દેશની જનતાને ભાજપ ઉપર વિશ્વાસ છે કે, ભારતને ભાજપ ટોચ ઉપર લઈ જશે. દેશની જનતાની આશા પૂર્ણ કરવા માટે આપણે આરોમ છોડવો પડશે, તેમ […]

લાલુ પ્રસાદ યાદવના ઘરે CBIના દરોડા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને તેમની પુત્રી સામે નવો કેસ નોંધાયો

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. હકીકતમાં, સીબીઆઈએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે. ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં […]

ગુજરાત કોંગ્રેસને ઝટકોઃ હાર્દિક પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાનું અને ગમે ત્યારે રાજીનામુ આપે તેવી અટકળો ચાલતી હતી. આ અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટલે રાજીનામાનો પક્ષ સોશિયલ મીડીયામાં પણ શેર કર્યો હતો. હાર્દિક પટેલના રાજનામાથી […]

દિલ્હીઃ પ્રાચીન હનુમાન મંદિરમાં સાંસદ નવનીત રાણાએ હનુમાન ચાલીસા કરી

મહારાષ્ટ્રમાં આજાન અને હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નવનીત રાણાએ આજે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર હનુમાન ચાલીસા વાંચી હતી. હનુમાન મંદિરમાં નવનીત રાણાની સાથે તેમના પતિ અને ભાજપના નેતા-કાર્યકરોએ પણ હનુમાન ચાલીસાનું પાઠન કર્યું હતું. ભાજપના સાંસદ નવનીત રાણાએ કહ્યુ હતુ કે, રાણા દંપતી કોઈના રિમોટ કંટ્રોલથી ચાલતા નથી, ભાજપના પણ નહીં. […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, વિવિધ અટકળો વહેતી થઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નેપાળના પબમાં એક ચાઈનીઝ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ આ મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે રાહુલ ગાંધીનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ […]