1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગુરુવાર સુધી પૂર્વ, મધ્ય અને નજીકના દ્વીપકલ્પના ભારતના ભાગોમાં વાવાઝોડાં, વીજળી અને કરા સાથે વરસાદની અપેક્ષા છે. IMDએ જણાવ્યું હતું કે, આજે આ પ્રદેશોમાં ભારે વરસાદ, અતિવૃષ્ટિ અને 50 […]

T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રિઝર્વ ડે રખાયો

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. જો ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદ પડે […]

25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી

ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને […]

દૂધમાં આ 5 વસ્તુ મિલાવીને પીવાથી હાડકા રહેશે મજબૂત

બહારના ખોરાકના લીધે લોકોને નાની ઉંમરમાં બીમારીઓ થાય છે. ઘણી વાર કોશિશ કરવા છતાં પણ આપણે બહારનો ખોરાક બંધ કરી શકતા નથી અને આપણે બીમારીનો શિકાર બનીએ છીએ. દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ દૂધના સેવનના ઘણા ફાયદા છે, જ્યારે આપણે દૂધમાં કેટલીક આયુર્વેદિક દવાઓ મિલાવીએ ત્યારે દૂધ વધુ શક્તિશાળી બને […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]

પ્રખ્યાત મલયાલમ કવયિત્રી પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરાશે

નવી દિલ્હીઃ મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

પાકિસ્તાને સીમા ક્રોસ કરીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, આઠના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની મોટી નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યાં છે. જેમાં આઠ વ્યક્તિના મોત થયાં છે. તાલિબાનને આને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. આ હુમલામાં અનેક મહિલા અ બાળકોના મૃત્યુ થયાં છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના શાસન બાદ બંને દેશ વચ્ચે સતત સીમા વિવાદ વધુ […]

વડોદરાઃ ISI માર્ક વગરના A.Cનું શન્ટ કેપેસિટર મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે […]

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના ડલ લેક નજીક પ્રથમવાર ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન

નવી દિલ્હીઃ શ્રીનગરના ડલ લેક નજીક રોમાંચક ફોર્મ્યુલા ફોર રેસિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં દાલ લેક પાસે ફોર્મ્યુલા 4 કારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર ફોર્મ્યુલા-4 કાર દાલ તળાવના કિનારેથી પસાર થતા બુલેવાર્ડ રોડ પરના રસ્તાઓ પર દોડતી જોવા મળી હતી. આ ઇવેન્ટ દરમિયાન, JK ટાયર મોટરસ્પોર્ટ્સની ટીમ સ્ટન્ટ્સ અને ડ્રિફ્ટિંગનો ડેમો પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code