1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમમાં રોકાણકારોને જાહેર આમંત્રણ, પરમાણુ ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે કરાર

સિડની, 9 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના સત્તાવાર પ્રવાસે છે, જ્યાં તેમણે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ‘ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમ’ને સંબોધિત કર્યું હતું, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના અગ્રણી સીઇઓ, બિઝનેસ લીડર્સ, મોટા રોકાણકારો તેમજ અગ્રણી યુનિવર્સિટીઓના […]

GCCI દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડેનું સફળ આયોજન

અમદાવાદ, 8 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ઇન્ડસ્ટ્રી 4.0 સ્ટાર્ટ-અપ્સ ડિસ્પ્લે ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “ઇન્ડસ્ટ્રી 4.0 ને પ્રોત્સાહન આપવા માટે સરકાર, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સના સહયોગી પ્રયાસો” વિષય પર વિશેષ નિષ્ણાત સત્ર યોજાયું. અમદાવાદ સ્થિત GCCI ખાતે 07 જુલાઈ, 2026ને મંગળવારે આ મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો […]

AIના વિકાસ સામે ચિપ નહીં પણ વીજળીની અછત સૌથી મોટો પડકાર: બ્લેકરોકના સીઇઓનો દાવો

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઝડપથી વધી રહેલા ઉપયોગ વચ્ચે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના ચેરમેન અને સીઇઓ લેરી ફિંકે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એઆઈના વિકાસ અને વિસ્તાર સામે અત્યાર સુધી એડવાન્સ કમ્પ્યુટર ચિપ્સ મેળવવાનો સૌથી મોટો પડકાર હતો, પરંતુ હવે ચિપ નહીં […]

ખાતરથી લદાયેલા 15 ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુની પાર કરી સુરક્ષિત રીતે રવાના

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને દરિયાઈ તણાવ વચ્ચે ભારતે એક મોટી વ્યૂહાત્મક અને કૂટનીતિક સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારત માટે રાસાયણિક ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા કુલ 15 જહાજો અત્યંત સંવેદનશીલ ગણાતી ‘હોર્મુઝની સામુદ્રધુની’ ને સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે. નિર્ધારિત સમયપત્રક […]

ઓપેક દેશો વચ્ચે ઓગસ્ટથી તેલ કોટા વધારવા સહમતી, ભારત-ચીનને થશે મોટો ફાયદો!

નવી દિલ્હી, 6 જુલાઈ 2026: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કચ્છા તેલ) ના સપ્લાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓપેક પ્લસ દેશો ઓગસ્ટ મહિનાથી તેલના કોટામાં થોડો વધુ વધારો કરવા માટે પ્રાથમિક કરાર પર સહમત થયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય વધવાની પૂરેપૂરી સંભાવના છે. રવિવારે યોજાયેલી એક મહત્વની બેઠકમાં ઓપેક દેશો અને […]

નીતિ, ઇનોવેશન અને બિઝનેસ શ્રેષ્ઠતા પર ચર્ચા કરવા ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકમંચ પર આવ્યા

અમદાવાદ, 5 જુલાઈ, 2026 –  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની ટેક્સટાઈલ કમિટી દ્વારા આયોજિત ‘ટેક્સટાઈલ લીડરશિપ કોન્ક્લેવ’ ની પાંચમી આવૃત્તિ શનિવાર, ૦૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સોલિનેર (Soulinaire), અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગઈ. આ કોન્ક્લેવમાં ટેક્સટાઈલ વેલ્યુ ચેનના પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ, નીતિ ઘડવૈયાઓ, સાહસિકો અને વ્યાવસાયિકો ભારતભરમાંથી એકત્રિત થયા હતા, જેમણે ભારતીય ટેક્સટાઈલ […]

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની કોઈ શક્યતા નથી: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો અંત આવતા અને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) દ્વારા તેલનો સપ્લાય ફરી શરૂ થતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની આશા હતી, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી […]

ભારતીય રેલવેઃ જૂન 2026માં 142 મિલિયન ટન માલસામાનનું વહન

નવી દિલ્હી, 2 જુલાઈ 2026: ભારતીય રેલવેએ જૂન 2026 દરમિયાન તેનું મજબૂત ઓપરેશનલ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં માલસામાનના પરિવહન અને મુસાફરોની સેવાઓ બંનેમાં સતત વૃદ્ધિ નોંધાઈ હતી. ઉચ્ચ માલસામાનનું લોડિંગ, મુસાફરોના ટ્રાફિકમાં વધારો અને મુસાફરોની સેવાઓમાં સતત વધારો એ આર્થિક વૃદ્ધિને ટેકો આપવા, લોજિસ્ટિક્સને મજબૂત કરવા અને દેશભરમાં અનુકૂળ મુસાફરીના વિકલ્પો પ્રદાન કરવા તરફ […]

GCCIના નેજા હેઠળ ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવની 5મી આવૃત્તિ 4 જુલાઈએ યોજાશે

5મી સીમાચિહ્નરૂપ આવૃત્તિ સફળ ઉદ્યોગકારો, જેન ઝી સંવાદ અને ફેશન ઇનોવેશન પર કેન્દ્રિત રહેશે [અલકેશ પટેલ] અમદાવાદ, 2 જુલાઈ, 2026 – ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ‘ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2026’ યોજવાની આજે અહીં જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા જીસીસીઆઈના પ્રેસિડેન્ટ શ્રી સંદિપ એન્જિનિયર ઉપરાંત ટેક્સટાઈલ સમિતિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code