
મહેસાણાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મહેસાણા-મોઢેરા હાઈવે પર રણેલા ગામ નજીક પૂરફાટ ઝડપે જતું એક ટેન્કર પલટી ખાતાં તેના ચાલકનું મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, મોઢેરાથી મહેસાણા તરફ જતા હાઈવે પર રણેલા ગામ નજીક ટેન્કર પલટી ગયો હતો. દરમિયાન ટેન્કરનો ડ્રાઈવર બચવા માટે બહાર કુદવા જતા જ નીચે પટકતા એજ ટ્રકના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે મૃતકના મૃત દેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યા બાદ પરિવારને અંતિમ વિધિ માટે સોંપવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર ગામના 33 વર્ષીય રાજુભાઇ બચુભાઇ ઠાકોર ડ્રાઇવીંગનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજુ ઠાકોર બે દિવસ પહેલા લુધીયાણાથી ટેન્કર લઈ અમદાવાદ જવા નિકળ્યા હતા. 8 મેં ના રોજ રાધનપુર ખાતે ટેન્કર મૂકી પોતાના ઘરે ન્હાવા ધોવા માટે ગયા હતા. અને પરિવારને મળી તેઓ ટેન્કર લઈને રાધનપુરથી નીકળ્યા હતા.જેમાં મહેસાણાના મોઢેરા રોડથી રણેલા બાજુ આવતા સમયે ટેન્કર પર કાબુ ગુમાવતા ટેન્કર નદી નજીક પલટી મારી ગયું હતું. અકસ્માત દરમિયાન ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા માટે ટેન્કરમાંથી કુદયો હતો.જ્યાં તે આજ ટ્રકના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવરના પરિવારજનોને થતા તાત્કાલિક મહેસાણા દોડી આવ્યા હતા. બાદમાં પોલીસ દોડી આવી હતી.જ્યાં તેઓએ મૃતદેહને પી.એમ માટે મોકલી આપ્યા બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. અકસ્માત પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જેના કારણે બે ક્રેન મારફતે ટેન્કરને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું.ત્યારબાદ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.