1. Home
  2. revoinews
  3. ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી
ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી

ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી

0
Social Share

નવી દિલ્હી, 11 ઓગસ્ટ, 2026 – ધ્રુવ રાઠીનો હિન્દુ દેવી-દેવતા વિરોધી વીડિયો યુટ્યૂબને ભારતમાં પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે. દિલ્હી હાઈકોર્ટને મંગળવારે માહિતી આપવામાં આવી હતી કે ગૂગલે કન્ટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠીનો એક યુટ્યુબ વીડિયો ભારતમાં પ્રતિબંધિત દીધો છે, જેમાં તેણે કહ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાઓ ભગવાન રામ, સીતા અને ભગવાન કૃષ્ણ માંસ અને દારૂનું સેવન કરતા હતા.

લીગલ પોર્ટલ ‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ મુજબ, ગૂગલના વકીલે કોર્ટને જણાવ્યું કે આ કાર્યવાહી કેન્દ્ર સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) દ્વારા પસાર કરવામાં આવેલા ઓર્ડરના અનુસંધાનમાં કરવામાં આવી હતી.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળ આવતી GAC, ઓનલાઈન કન્ટેન્ટ અથવા એકાઉન્ટ્સ સંબંધિત ફરિયાદો પર ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા લેવાયેલા નિર્ણયો સામેની અપીલો સાંભળે છે. હાઈકોર્ટે અગાઉ GAC ને આ વીડિયો હટાવવાની માગ કરતી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

વૈશ્વિક સ્તરે આ વિવાદી વીડિયો હટાવવાની માંગ પડતર

આ મામલો એડવોકેટ અમિતા સચદેવા દ્વારા કરવામાં આવેલી અરજી પર કોર્ટ સમક્ષ આવ્યો હતો. સચદેવાએ કોર્ટને જણાવ્યું હતું કે આ વીડિયો હજુ પણ ભારત બહાર અને દેશની અંદર વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) દ્વારા જોઈ શકાય છે, અને તેને વૈશ્વિક સ્તરે હટાવવા માટે નિર્દેશો આપવાની માગ કરી હતી.

દરમિયાન, આ અંગે રિવોઈ ન્યૂઝ પોર્ટલ દ્વારા એડવોકેટ અમિતા સચદેવાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે રિવોઈને જણાવ્યું કે, ધ્રુવ રાઠીનો આ અત્યંત વિવાદી અને અપમાનજનક વીડિયો વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત થાય તે માટે દાદ માગી છે. જોકે, “આ કેસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પેન્ડિંગ હોવાથી, આપણે ડિવિઝન બેન્ચના નિર્ણયની રાહ જોવી પડશે.”

જોકે, ગૂગલના વકીલે જણાવ્યું હતું કે કન્ટેન્ટને ગ્લોબલી હટાવવાનો મુદ્દો હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે.

સચદેવાએ બેન્ચને એ પણ જણાવ્યું હતું કે કેટલાક અન્ય યુટ્યુબર્સે રાઠીનો આ વીડિયો અપલોડ કર્યો છે અને તે નકલોને પણ હટાવવા માટે ગૂગલનો સંપર્ક કરવાની પરવાનગી માગી હતી. ગૂગલે આ વિનંતીનો વિરોધ કરતા કહ્યું કે તેનાથી કાર્યવાહીનું એક અલગ કારણ ઊભું થશે અને તેના માટે અલગથી અરજી દાખલ કરવી પડશે.

સરકાર તરફથી રજૂ થયેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્માએ જણાવ્યું હતું કે એકવાર કોઈ વીડિયો, કે જેની પ્રકૃતિ પર જ વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને તે યોગ્ય ઠરી શકે તેમ નથી, તો પછી તેનો ઓર્ડર સાર્વત્રિક રીતે લાગુ થવો જોઈએ. તેમણે કહ્યું કે, “ઓર્ડરમાં ઓછામાં ઓછો આવો કોઈ સંકેત હોવો જોઈએ, નહીં તો આ એક ક્યારેય પૂરી ન થનારી કવાયત બની રહેશે.”

કોર્ટે આ મામલાની સુનાવણી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે.

હાઈકોર્ટે જુલાઈમાં GACને રાઠી દ્વારા અપલોડ કરાયેલા વીડિયોને હટાવવાની માગ કરતી અપીલ પર 15 દિવસની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code