1. Home
  2. ગુજરાતી
  3. AAP પ્રોપેગેંડા ટ્રોલ ધ્રુવ રાઠીએ અદાણી સંદર્ભે ફેલાવ્યું જૂઠ્ઠાણું, બદનક્ષીના ડરથી ડિલિટ કર્યું ટ્વિટ
AAP પ્રોપેગેંડા ટ્રોલ ધ્રુવ રાઠીએ અદાણી સંદર્ભે ફેલાવ્યું જૂઠ્ઠાણું, બદનક્ષીના ડરથી ડિલિટ કર્યું ટ્વિટ

AAP પ્રોપેગેંડા ટ્રોલ ધ્રુવ રાઠીએ અદાણી સંદર્ભે ફેલાવ્યું જૂઠ્ઠાણું, બદનક્ષીના ડરથી ડિલિટ કર્યું ટ્વિટ

0

અદાણી જૂથે રાઠીના જૂઠ્ઠાણાને બેનકાબ કરવા માટે ટ્વિટરનો જ સહારો લીધો. 21 માર્ચ-2019ની રાત્રિએ એક ટ્વિટમાં અદાણી જૂથે તથ્યાત્મક રીતે ખોટા ટ્વિટ પર વાંધો વ્યક્ત કર્યો, કારણ કે તેમા કંપની વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને ખોટા દાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના પ્રોપેગેંડા ટ્રોલ ધ્રુવ રાઠીને ફરી એકવાર ફેક ન્યૂઝ ફેલાવતા અને અદાણી જૂથ સંદર્ભે ખોટો દાવો કરતા ઝડપવામાં આવ્યો છે. 21 માર્ચ-2019, રાઠીએ છત્તીસગઢમાં એક જંગલની તસવીર ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી વધુ ગાઢ જંગલની 170000 હેક્ટર જમીન અદાણીને વેચી દીધી છે.

જો કે અદાણી જૂથે પણ ધ્રુવ રાઠીના જૂઠ્ઠાણાને બેનકાબ કરવા માટે ટ્વિટરનો જ સહારો લીધો હતો. તે જ રાત્રે એક ટ્વિટમાં અદાણી ગ્રુપે તથ્યાત્મક રીતે ખોટા ટ્વિટ પર વાંધો વ્યક્ત કર્યો હતો, કારણ કે તે ટ્વિટમાં કંપની વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને ખોટો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. અદાણી જૂથે કહ્યું હતું કે અમે જમીનના નિર્દિષ્ટ હિસ્સાને સંપાદીત કર્યો નથી અને ન તો સરકારે અમને તે વેચ્યો છે. અમારી છત્તીસગઢમાં કોઈ ખાણ નથી. બસ પછી તો શું હતું, કાયદાકીય કાર્યવાહીથી ગભરાયેલા ધ્રુવ રાઠીએ પોતાનું ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.

આવું પહેલીવાર નથી કે જ્યારે આપ અને તેના પ્રોપેગેંડા ફેલાવનારા ટેકેદારોએ અદાણી વિરુદ્ધ પોતાના ખોટા દાવાને કાણે પોતાના ટ્વિટને હટાવવા માટે મજબૂર થવું પડયું હોય. ગત મહીને પુલવામાં હુમલાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ એક ખોટો દાવો કર્યો હતો કે અદાણી જૂથ પાકિસ્તાનને વીજળી પુરવઠો આપી રહ્યું છે. જ્યારે અદાણી જૂથે તેમના જૂઠ્ઠાણાથી ભરેલા દાવાનો પર્દાફાશ કર્યો કે સિસોદિયાએ ટ્વિટને કોઈપણ પ્રકારના સ્પષ્ટીકરણ અથવા ફેક ન્યૂઝ ફેલાવવા માટે માફી માગ્યા વગર ચુપચાપ ડિલિટ કરી નાખ્યું હતુ.

આમ તો ફેક ન્યૂઝ ફેલાવવાના મામલામાં રાઠીનો પણ ટ્રેક રેકોર્ડ ઘણો જૂનો છે. ગત વર્ષ ઓક્ટોબરમાં, સોફ્ટવેર એન્જિનિયર અને ભાજપના સ્વયંસેવક વિકાસ પાંડે દ્વારા રાઠી પર 15 લાખ રૂપિયાની બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.