1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

કોંગ્રેસના રાજકુમારને વાયનાડમાં પણ સંકટ દેખાય છેઃ પીએમ મોદી

મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જનસભામાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ બુથ લેવલે વિશ્વેષણ કરવામાં આવ્યું છે, જેથી પાકો વિશ્વાસ છે કે પ્રથમ તબક્કામાં એનડીએ તરફી મતદાન થયું છે. પીએમ મોદીએ કહ્યું કે, મતદાતાઓ […]

ગેરકાયદે સટ્ટાબાજી અને ગેમ્બલીંગ એપ્સથી સરકારને વર્ષે 20 હજાર કરોડથી વધુનું નુકશાન

નવી દિલ્હીઃ સરકારી તિજોરીને ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગારમાં સંડોવાયેલી વિદેશી કંપનીઓ પાસેથી ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના રૂપમાં દર વર્ષે 2.5 બિલિયન ડોલર (રૂ. 20,897.08 કરોડ)નું મોટું નુકસાન થઈ રહ્યું છે. ગેમિંગ ઈન્ડસ્ટ્રી બોડી ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશન (AIGF) એ આવા ગેરકાયદે વિદેશી પ્લેટફોર્મ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધો માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની પ્રથમ બેચ ભારતથી ફિલિપાઈન્સ પહોંચી છે. 2022 માં બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ, ભારતીય વાયુસેના સંચાલિત C-17 ગ્લોબમાસ્ટર પ્રથમ કન્સાઇનમેન્ટ સાથે હિંડન એરફોર્સથી ઉડાન ભરી હતી. ફિલિપાઈન્સ એરફોર્સના ક્લાર્ક એરબેઝ પર […]

વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીને નેવલ સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ સરકારે વાઈસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, પીવીએસએમ, એવીએસએમ, એનએમ, જેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે 30 એપ્રિલ, 2024ની બપોરથી નૌકાદળના આગામી વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલના વડા નેવલ સ્ટાફ, એડમિરલ આર હરિ કુમાર, પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ 30 એપ્રિલ, 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યાં છે. 15 […]

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

IPL 2024: CSKનો આ વિદેશી ખેલાડી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર

નવી દિલ્હીઃ દેશમાં આઈપીએલ 2024ને પગલે ક્રિકેટનો માહોલ જામ્યો છે દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)માં સૌથી વધારે રન બનાવનાર ડેવોન કોનવે અંગુઠામાં ઈજા થતા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમની જગ્યાએ સીએસકેએ ઈંગ્લેડના બોલર રિચર્ડ ગ્લીસનને પોતાના સ્કવોડમાં સામેલ કર્યાં છે. રિચર્ડને તેની બેઝ પ્રાઈસ એટલે કે 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સીએસકે અત્યારે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code