અમદાવાદ, 02 નવેમ્બર, 2026 : Gold and silver buying surges due to Pushya Nakshatra પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે. ત્યારે રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તમામ જવેલર્સમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. સોના અને ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો તેમજ જ્લેવર્સ દ્વારા મેઈકીંગ ચાર્જિસમાં ઘટાડા સહિત આકર્ષક ઓફર અપાતા લોકોએ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. અમદાવાદના શીવરંજની વિસ્તારમાં આવેલા જ્વેલર્સના શો રૂમ તેમજ માણેકચોકમાં સાના-ચાદીની દૂકાનો પર ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી હતી. જોકે મધ્યમ વર્ગના મોટાભાગના ગ્રાહકોએ મૂહુર્ત પુરતા જ ઓછી કિંમતના દાગીનાની ખરીદી કરી હતી. માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ સુરત, વડાદરો અને રાજકોટના સોની બજારમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.
અમદાવાદ શહેરમાં શીવ રંજની ક્રોસ રોડ, સીજી રોડ, અને માણેકચોક વિસ્તારમાં જ્વેલર્સ અને સોના-ચાદીની દૂકાનો પર રવિવારે વહેલી સવારથી જ ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી લોકોએ પોતાની શક્તિ મુજબ સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી, જ્યારે મધ્યમ વર્ગના કેટલાક ગ્રાહકોએ શુકન પુરતા માત્ર ચાદીના એક-બે સિક્કાની ખરીદી કરીને સંતોષ માન્યો હતો. શુભ મુહૂર્તમાં સોનું કે ચાંદી ખરીદવું સમૃદ્ધિ અને ધનલાભનું પ્રતીક માનવામાં આવતું હોવાથી લોકો આ દિવસે ખાસ ખરીદી કરવાનું પસંદ કરે છે.
અમદાવાદના એક જાણીતા જ્વેલર્સના કહેવા મુજબ રવિવારે સોનાનો ભાવ 1.43 લાખ હતો તે પણ GST સાથે જેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પણ અગાઉથી એડવાન્સ બુકિંગ થઈ ગયા હતા. સોના-ચાંદીના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘટાડો થયો છે પરંતુ ગયા વર્ષની સરખામણીએ 10,000 રૂપિયા ભાવ વધુ છે. જોકે ત્રણ દિવસમાં જે ભાવ ઘટ્યા તેને લોકો વધાવી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે.
અમદાવાદની જેમ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ લોકોએ રવિવારે પુષ્ય નક્ષત્રને લીધે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. અગાઉ સોના અને ચાંદીના ભાવ ઊંચા હોવાથી બજાર મંદી હતી. પરંતુ ભાવ ઘટવાથી આ વખતે ધનતેરસ અને રવિવારે પુષ્ય નક્ષત્રમાં ખૂબ સારી ઘરાકી જોવા મળી હતી.


