અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ હવે AMTS અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે
65 વર્ષથી વધુ વયના વડિલોએ મફત મુસાફરી માટે પાસ કઢાવવો પડશે, દિવ્યાંગો પણ AMTS, અને BRTSમાં મફત મુસાફરી કરી શકશે, મ્યુનિ.કોર્પોરેશનમાં 2500 કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરાશે અમદાવાદઃ શહેરમાં 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને હવે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ મળશે. અગાઉ એએમટીએસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી માટે વયમર્યાદા 75 વર્ષની હતી. […]