Homeગુજરાતીગુજરાતઅમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને 4-2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી 2જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોના ખિતાબ જીત્યો છે.મહિલાઓની ફાઇનલમાં, અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનુ પહેલુ ટાઈટલ જીતી લીધુ હતો.અંડર-19 બોયસની ફાઇનલમાં ભાવનગરના ધ્યેય જાની અને અરાવલ્લીના જન્મેજય પટેલ વચ્ચે રસાકસી ભરી મેચ થઇ હતી.

અંતે ધ્યેય જાની 4-3 થી જીત મેળવીને અંડર-19નો ખિતાબ જીતી લીધો હતો.બીજી બાજુ અંડર-17 બોયસની ફાઇનલમાં અમદાવાદના બે બિનક્રમાંકિત ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં અભિલક્ષ પટેલે માલવ પંચાલને 3-1થી હરાવી ટાઇટલ પોતાના નામે કર્યો હતો.

સંબંધિત લેખો

Most Popular