1. Home
  2. Tag "Gujarati news"

અમદાવાદ મ્યુનિ.કોર્પો.માં 30મીએ ભાજપ વિવિધ કમિટીઓના પદાધિકારીઓની નિમણૂંક કરશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યાને મહિના વીતિ ગયા છતાં વિવિધ કમિટીઓના પદાધિકારીઓ નિમવાનુમ મૂહુર્ત હજુ મળતુ નથી. કોંગ્રેસની સ્થિતિ પણ ભાજપ જેવી જ છે. વિપક્ષના નેતાનું પદ હજુ ખાલી છે. જુથબંધીને કારણે વિપક્ષના નેતાની પસંદગી કરી શકાતી નથી. જ્યારે ભાજપે વિજય બાદ મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટી બનાવી ચેરમેનની નિમણુંક […]

નિષ્ણાત તબીબોના મતે મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઈન નબળો પડવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે. ગાંધીનગર સહિત […]

ગુજરાત બાર કાઉન્સિલે  110 વકીલોના મૃત્યુ થતાં તેમના વારસદારોને 2.75 કરોડ વળતર ચુકવાયું

અમદાવાદઃ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં ચાર મહિનામાં મુત્યુ પામેલા 110 ધારાશાસ્ત્રીઓના વારસદારોને 2.75 કરોડ રૂપિયા ચુકવ્યા છે. બીજી તરફ રિન્યુઅલ ફી નહીં ભરનારા ધારાશાસ્ત્રીઓને વહેલીતકે વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી દેવા જણાવ્યું છે. નહીં તો ગુજરાત બાર કાઉન્સીલની વેલ્ફેર ફંડની યોજના પર દુરોગામી અસર થશે તેમ જણાવ્યું  હતું. ગુજરાત બાર કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યુ હતું […]

ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીઃ પોઝિટિવ કેસ ઓછા હોય તો ઈન્જેક્શનની માગ વધુ કેમ?

અમદાવાદ:    ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે ગુરૂવારે વધુ સુનાવણી  હાથ ધરવામં આવી હતી. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ […]

કચ્છના દરિયામાંથી રૂ. 150 કરોડના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન આરોપીઓ પાસેથી 30 કિલો હેરોઈન ઝડપાયું સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયા ઉપર છે. જેથી કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. આમ પાકિસ્તાનમાં બેઠેલા ટ્રગ્સ માફિયાઓ […]

સુરતમાં કોરોનાના સંક્રમણને લીધે કાપડ-ફેબ્રીક્સ મિલોમાં ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો

અમદાવાદઃ  રાજ્યમાં કોરનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. મહાનગરોની સ્થિતિ કફોડી છે. ત્યારે સુરત શહેરમાં ધંધા-રોજગારને વધુ ફટકો પડી રહ્યા છે. સુરતની કાપડની મીલોમાં કોરોનાને કારણે 25 ટકા જેટલું ઉત્પાદન પ્રભાવિત થયું છે. કામદારો વતન જાય નહિ તે મુદાને ધ્યાને રાખીને મીલ માલિકોએ ઉત્પાદન લેવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્યોગકારોનું માનવું છે કે સરકાર કોરોનાને અંકુશ […]

મોરબી શહેર અને જિલ્લો બે દિવસ સ્વયંભૂ બંધ રહેશેઃ મુખ્યમંત્રીએ મોરબીની લીધી મુલાકાત

મોરબીઃ   જિલ્લા કલેકટર કચેરી ખાતે  ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશનના આગેવાનોની મીટિંગ હતી, જેમાં સર્વાનુમતે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બે દિવસનું સ્વયંભૂ લોકડાઉન  રાખવાનો નિર્ણય લેવામો આવ્યો હતો. એટલે કે, શનિવાર અને રવિવાર એમ બે દિવસ મોરબી શહેર અને જિલ્લામાં વેપાર ધંધા સંપૂર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના 2 […]

રાજ્યમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજનનો દૈનિક રેકોર્ડ બ્રેક 330 મેટ્રિક ટનનો વપરાશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે.તેને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ દૈનિક 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાં  60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનની માગમાં ખૂબજ ઘટાડો થયો […]