1. Home
  2. Tag "News in Gujarati"

ઘરે જ ઝટપટ બનાવો સોજી કપકેક, નોંધો રેસીપી

જો તમારા બાળકો અથવા તમે મીઠાઈ ખાવાના શોખીન છો અને સ્વસ્થ, સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર થઈ જતી વસ્તુ શોધી રહ્યા છો, તો સોજી કપકેક તમારા માટે યોગ્ય વિકલ્પ છે. આ રેસીપી ખાસ કરીને બાળકોના ટિફિન અથવા જન્મદિવસની પાર્ટી માટે એક ઉત્તમ સ્વસ્થ મીઠાઈ છે. તેમાં મેંદો કે ઈંડાનો ઉપયોગ થતો નથી, જે તેને હલકું અને […]

સુરતના જ્વેલરની હત્યા અને લૂંટના કેસમાં બે આરોપી બિહારથી પકડાયા

સુરતના સચિન વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ઘૂંસીને લૂંટારૂઓએ ફાયરિંગ કર્યુ હતુ, આજુબાજુના લોકોએ એક લૂંટારૂ શખસને પકડીને મારમાર્યો હતો, બે લૂંટારૂ શખસો ભાગવામાં સફળ રહ્યા હતા સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં ગઈ તા. 7મી જુલાઈએ રાતના 8.30 વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારૂ શખસોએ લૂંટનો પ્રયાસ કરતા જ્વેલર્સે સામનો કરતા લૂંટારૂ શખસોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં […]

નીટ યુજીની પરીક્ષામાં છબરડાંની ફરિયાદો ઊઠી, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ !

અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ, બેથીત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની રાવ, પરિણામમાં છબરડાં અગે તટસ્થ તપાસ કરાવા વાલીઓની માગ અમદાવાદઃ  તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે નીટનું પરિણામ મહત્વનું છે. અને દર વર્ષે નીટ યુજીમાં પરિણામ માટે છબરડાંના આક્ષેપો થતા હોય છે. ત્યારે આ વખતે પણ છબરડાની ફરિયાદો […]

માંગરોળના આજક ગામનો બ્રિજ તૂટી પડ્યો, હીટાચી મશીન સહિત 8 લોકો નદીમાં ખાબક્યા

આત્રોલી ગામથી કેશોદ તરફ જતા રોજ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો, સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી, દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જુનાગઢઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે ઘણાબધા જર્જરિત બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે. ત્યારે […]

સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના 300 સફાઈ કામદારોને બે મહિનાથી પગાર મળ્યો નથી

કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પગારથી વચિંત રહેતા મુશ્કેલીમાં મુકાયા, મ્યુનિના અધિકારીઓએ કોન્ટ્રારટરની જવાબદારી હોવાનું કહીને હાથ ઊચા કરી દીધા, સફાઈ કામદારો હડતાળ પાડશે સુરેન્દ્રનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પણ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ચૂંકવવામાં આવ્યો નથી.તેથી 300થી વધુ સફાઈ કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સફાઈ કામદારોને […]

ધરોઈ ડેમ 70 ટકા ભરાયો, 1લી ઓગસ્ટ સુધીમાં ડેમની સપાટી 618 ફુટને વટાવશે

6 વર્ષમાં પ્રથમવાર 15 જુલાઇ પહેલાં ધરોઇ ડેમ 70% ભરાયો, નદીના ઉપરવાસમાં વરસાદને લીધે ડેમમાં પાણીની આવક ચાલુ, 1લી ઓગસ્ટ સુધીમાં સપાટી 618 ફૂટ પાર પહોચવાની શક્યતા મહેસાણાઃ સાબરમતી નદી પરના ધરોઈ ડેમની જળસપાટીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ધરોઇ ડેમમાં ગત 21 જૂને 601.7 ફૂટ સાથે 38.07% જળસંગ્રહ હતું, ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે […]

પાટનગર ગાંધીનગરના 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત બનતા મરામતનું કામો હાથ ધરાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પ્રથમ વરસાદથી રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. રોડ પરના ખાડાઓ પડ્યાની અને રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત હોવાનો અહેવાલ મળતા મુખ્યમંત્રીના આદેશથી રોડ મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવ્યા છે. પાટનગર ગાંધીનગરમાં રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 17 જુલાઈના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ અને ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કારો પ્રદાન કરશે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું […]

માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા નવરાત્રી પછી અને દિવાળી વેકેશન પહેલા યોજવા માગ

પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓની પરીક્ષા નવરાત્રી બાદ યોજવી જોઈએ, આચાર્ય સંઘ દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને રજુઆત કરાઈ, આ વખતે ખૂબ જ વહેલી પરીક્ષા યોજાવાની હોવાથી અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ અમદાવાદઃ નવા શૈક્ષણિક કલેન્ડરમાં માધ્યમિક શાળાઓની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી યોજાશે. એટલે કે, પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્યના માત્ર 76 દિવસ જ મળે છે. એટલે અભ્યાસક્રમ […]

કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગની દવાઓની કિંમતમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ જ્યારે રોગ દસ્તક આપે છે, ત્યારે સારવારની ચિંતાની સાથે દવાની કિંમત પણ ખિસ્સા પર બોજ બની જાય છે. ખાસ કરીને કેન્સર, ડાયાબિટીસ જેવા ગંભીર રોગોની સારવારમાં, દવાઓ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ જાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે દર્દીઓને મોટી રાહત આપશે. સરકારે 71 દવાઓની કિંમત નક્કી કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code