1. Home
  2. Tag "Gujarati Report"

IAEA સાથે સહયોગ સ્થગિત કરવાનો ઈરાને આદેશ કર્યો

ઈરાનની બંધારણીય પરિષદના પ્રવક્તા હાદી તાહાન નાઝીફના જણાવ્યા અનુસાર, આ કાયદો ઈરાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને તેના પરમાણુ સ્થળો અને વૈજ્ઞાનિકોની સલામતીની સંપૂર્ણ ખાતરી ન મળે ત્યાં સુધી IAEA સાથેના તમામ પ્રકારના સહયોગને સ્થગિત કરે છે. આ આદેશ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠન, વિદેશ મંત્રાલય અને સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને પત્ર દ્વારા જાહેર કર્યો હતો. આ […]

નરેન્દ્ર મોદીએ ઘાનાના સ્થાપક રાષ્ટ્રપતિ ક્વામે નક્રુમાહને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની રાજધાની અક્રામાં ક્વામે નક્રુમાહ મેમોરિયલ પાર્કની મુલાકાત લીધી અને ઘાનાના સ્થાપક રાષ્ટ્રપતિ ડૉ. ક્વામે નક્રુમાહને શ્રદ્ધાંજલિ આપી. ડૉ. નક્રુમાહ આફ્રિકન સ્વતંત્રતા ચળવળના આદરણીય નેતા અને પાન-આફ્રિકનવાદના મજબૂત સમર્થક હતા. આ દરમિયાન, તેમની સાથે ઘાનાના ઉપરાષ્ટ્રપતિ પ્રો. નાના જેન ઓપોકુ-અગ્યેમાંગ પણ હતા. PM મોદીએ નક્રુમાહના માનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને […]

આમ આદમી પાર્ટી બિહારથી એકલા હાથે ચૂંટણી લડશે, કેજરિવાલે કરી જાહેરાત

કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણ નહીં કરીએ, ગુજરાતમાં આપ’ના સદસ્યા અભિયાનનો કેજરિવાલે પ્રારંભ કરાવ્યો, ગુજરાતમાં ભાજપએ 30 વર્ષના શાસનમાં બરબાદ કરી નાંખ્યુઃ કેજરિવાલ અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હાલ ફુલ ફોર્મમાં છે. અને ગુજરાતમાં પાયો મજબુત કરવા માટે ભાજપની જેમ મોબાઈલ નંબર જાહેર કરીને સભ્યો નોંધવામાં આવી રહ્યા છે. […]

લીમખેડામાં ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલમાં ભોજન લીધા બાદ 75 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

75 વિદ્યાર્થિનીઓની કઢી-ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ તબિયત લથડી, પાંચ એમ્બ્યુલન્સની મદદથી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઈના નુમના લઈને હાથ ધરી તપાસ  દાહોદઃ વરસાદી સીઝનમાં પણ ફુડ પોઈઝનિંગના બનાવો બની રહ્યા છે. ત્યારે લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 75 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર […]

ભારે વરસાદને લીધે અમદાવાદ-પાલનપુર હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો

પાલનપુરમાં 7 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ અને દૂકાનોમાં પાણી ફરી વળ્યા, પાલનપુરથી આબુરોડને જોડતા હાઇવે પર પાણી ભરાયા, પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા અને ડીસા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો છે.જેમાં પાલનપુરમાં 7 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. ઘરો-દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને, પાલનપુર-અમદાવાદ હાઈવે […]

વઢવાણમાં ત્રણ વાહનોને ટક્કર મારી નાસી રહેલા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો

સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક નશાની હાલતમાં હતો, કારચાલક સામે નશો કરેલી હાલતમાં હોવાનો ગુનો નોંધતા પોલીસ સામે સવાલો ઉઠ્યાં, અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.આ બનાવ બાદ કારચાલક ભાગવા જતાં  લોકોના ટોળાએ કારચાલકને ઝડપી […]

ટ્રેનોમાં પ્રવાસીઓના સામાનની ચોરી કરાવવામાં સગીર વયના બાળકોનો કરાતો ઉપયોગ

વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસે કિશોરને ચોરી કરતા પકડ્યો, આરોપી પાસેથી 14000નો મુદ્દામાલ મળ્યો, રિઢા ગુનેગારો પ્રવાસીઓનો માલ સામાન ચોરવા માટે બાળકોનો કરતા ઉપયોગ વડોદરાઃ ટ્રેનોમાં પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો વધાતો રેલવે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર એક કિશોરની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકીને પૂછતાછ કરતા જવાબ આપી શક્યો નહતો […]

વિજાપુરમાં માત્ર બે કલાકમાં પડ્યો 6.5 ઈંચ વરસાદ, નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને લીધે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, ટીબી રોડ, હાઈસ્કૂલ સહિત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સતલાસણા-દાંતા રોડ પર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી મહેસાણાઃ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતની ધરાને મેહુલિયે તરબોળ કરી દીધી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે.  બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી મહેસાણા શહેરમાં […]

ગાંધીનગરના કોબા સર્કલ કમલમ્ પાસે હીટ એન્ડ રન, ઈજાગ્રસ્ત યુવતીનું મોત

એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ, રોડ પર પટકાયેલી યુવતીને પાછળ આવી રહેલા વાહને અડફેટે લીધી, અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે જ નાસી ગયો ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ કમલમ્ નજીક એક અકસ્માત સર્જાયો હતો, એક યુવતી એક્ટિવા લઈને આવી રહી હતી. […]

ગુજરાતમાં ફાયર સહિત એજન્સીઓ લોકોને રેસ્ક્યુ કર્યાનો ચાર્જ માગી શકશે નહીં

ફાયર કર્મચારીએ મૃતદેહ કાઢવા માટે રૂપિયા માગતા વિવાદ સર્જાયો હતો. મુખ્યમંત્રીનો તમામ પાલિકાઓને રેસ્ક્યુના ચાર્જ વસૂલવા ઠરાવોને રદ કરવા આદેશ, ફાયર બ્રિગેડે મૃતકના સગા પાસેથી 8 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા વિવાદ થયો હતો ગાંધીનગર: શહેર નજીક મહાનગરપાલિકા કે પાલિકાની હદ બહાર કોઈ અઘટિત બનાવ બને ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. ફાયર વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code