Homeગુજરાતીગુજરાતકચ્છમાં રફ્તારનો કહેર! પૂરઝડપે દોડતા ટ્રકે કારને મારી ટક્કર, 7નાં કરુણ મોત

કચ્છમાં રફ્તારનો કહેર! પૂરઝડપે દોડતા ટ્રકે કારને મારી ટક્કર, 7નાં કરુણ મોત

અમદાવાદ, 22 નવેમ્બર 2026: ગુજરાતના કચ્છ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં છે.

આ અકસ્માત ભુજ-ખાવડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્જાયો હતો. હાઈવે પર કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે, જે તમામ એક જ લશ્કરી પરિવારના સભ્યો હતા.

કચ્છમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર

મૃતકો ઉત્તરાખંડના હતા. પરિવાર કચ્છની મુલાકાતે આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ સૌરવ સિંહ, જસપાલ સિંહ નેગી, સવિતા સૌરવ સિંહ નેગી, શિવિકા સૌરવ સિંહ નેગી, રિંકી નીતિન ગુંસાઈ, વામિકા નીતિન ગુંસાઈ, રાજેશ સિંહ રાવત અને રક્ષિતા રાજેશ રાવત તરીકે થઈ છે.

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સેનાના અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે.

વધુ વાંચો: નાઇજીરિયામાં હોડી પલટી જતાં 24 લોકોનાં કરુણ મોત

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img