1. Home
  2. Tag "kutch"

કચ્છમાં સરહદના સંત્રીઓને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું . 1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી […]

વિશ્વના સૌથી મોટો સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઊર્જાનું કેન્દ્ર બનશેઃ રાજ્યપાલ

ભૂકંપ બાદ વડાપ્રધાને વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલી છેઃ રાજ્યપાલ, રાજ્યપાલના હસ્તે કચ્છના ગાંધીધામ ખાતે નવનિર્મિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન કરાયું, શિક્ષણ સાથે ઉચ્ચ સંસ્કારોના સિંચન પર ભાર મૂકતા રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યૂન્સ કોલેજનું ઉદ્ઘાટન થયું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ […]

પાકિસ્તાન માટે જાસુસી કરતા શખસને ATSએ કચ્છના દયાપરથી પકડી પાડ્યો

જ્યોતિ મલ્હોત્રા જેવો જાસુસીનો કેસ આરોપી સહદેવસિંહને 11 દિવસના રિમાન્ડ અપાયા આરોપી પાકિસ્તાનની મહિલાના સંપર્કમાં હતો અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (એટીએસ)એ પાકિસ્તાન માટે જાસુસી કરતા એક શખસને કચ્છના દયાપરથી દબોચી લીધો છે. કોન્ટ્રેક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે કાર્ય કરતો સહદેવસિંહ ગોહિલ પાકિસ્તાની મહિલાના સંપર્કમાં સોશિયલ મિડિયાના માધ્યમથી આવ્યો હતો. અને પૈસાની લાલચમાં પાકિસ્તાનને ભારતીય […]

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા સિંચાઈ માટે પાણીનો પ્રશ્ન હલ થયો

કચ્છમાં દોઢ મહિનાથી કેનાલોના મરામતનું કામ ચાલતું હતું સલીમગઢથી સવારના 10-11 વાગ્યે કેનાલોમાં નર્મદાનું પાણી છોડાયું રાપરમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે ભૂજઃ કચ્છને નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ સુકી ધરા નંદનવન સમી બની ગઈ છે. અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. દોઢ મહિના પહેલા નર્મદાની બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની હોવાથી કેનાલોમાં પાણી છોડવાનું […]

સીઝફાયરની જાહેરાત બાદ કચ્છમાં દેખાયા 11 પાકિસ્તાની ડ્રોન : હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા છે. અત્યારથી જ સંપૂર્ણ બ્લેકડાઉન લાગુ કરવામાં આવશે. સુરક્ષિત રહો, ગભરાશો નહીં. કચ્છ જિલ્લામાં ડ્રોન દેખાયા બાદ જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. સીઝફાયરની જાહેરાત […]

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કચ્છમાં હાઈ એલર્ટ કરાયું જાહેર

અમદાવાદઃ પાકિસ્તાન દ્વારા હવે કચ્છ જિલ્લાના ભુજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. જેમાં ભુજ-ખાવડા હાઇવે પર આવેલ એરફોર્સના એરબેઝ પાસે વહેલી સવારે ડ્રોન એટેક થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મંડળ દ્વારા શહેરની બજારો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી […]

કચ્છમાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં 15મી મે બાદ પાણી છોડાશે

નર્મદાની બ્રાન્ચ કેનાલો મરામત માટે બંધ કરવામાં આવી છે મોટાભાગની બ્રાન્ચ કેનાલોમાં મરામતનું કામ પૂર્ણ થયું ખેડુતોને સિંચાઈ માટે પાણી અપાશે ભૂજઃ કચ્છમાં નર્મદાની કેનાલો દ્વારા સિંચાઈનો લાભ મળતા જિલ્લાના કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. સિંચાઈના પાણી મળી રહેતા ખેડુતોએ ઉનાળુ વાવેતર પણ સારા પ્રમાણમાં કર્યું છે. જોકે જિલ્લામાં બ્રાન્ચ કેનાલોને મરામત કરવાની જરૂરિયાત […]

કચ્છના ખાવડા પાસે શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન લાઈન સાથે અથડાયા બાદ ધટાકા સાથે તૂટી પડ્યુ

વાયુસેના સહિત સુરક્ષા એજન્સીઓ બની સતર્ક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ બાદ હાઈટેન્શન પાવરલાઈન સાથે અથડાયું એરફોર્સે ડ્રોનના અવશેષોનો કબજો લઈ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોનનો વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ બનાવ આજે ગુરૂવારે સવારે […]

કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતના હવામાન વિભાગે ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે, ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આજથી એટલે કે 3મે થી 8 મે સુધી ગુજરાતમાં ગુવાહાટી જેવું હવામાન જોવા મળશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય […]

કચ્છમાં ગરીબ લોકોના મકાનો-ઝૂંપડા તોડવા સામે ભાજપના ધારાસભ્યનો CMનેપત્ર

કચ્છના ધારાસભ્ય જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરી ખનીજ માફિયાઓએ સરકારી જમીન પર કરેલા દબાણો દુર કરવા જોઈએ અડચણરૂપ ન હોય અને વર્ષોથી વસવાટ હોય એવા ગરીબોના મકાનો ન તોડવા જોઈએ ભૂજઃ ગુજરાતભરમાં સરકારી જમીનો પર કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવાની સરકારની નીતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code