અબુજા, 22 નવેમ્બર 2026: દક્ષિણ નાઈજીરિયામાં એક હોડી પલટી જતાં ૨૪ લોકોનાં મોત થયાં છે. બચાવ ટુકડીઓએ પાણીમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. એવું જાણવા મળ્યું છે કે હોડીમાં સવાર લોકો અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હતા.
એએફપી (AFP) ના અહેવાલ મુજબ, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) ના પ્રવક્તા મન્ઝો એઝેકિયેલે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી 24 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે શોધ અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.”
‘લાઇફ જેકેટ વિના મુસાફરી કરવાનું બંધ કરો’
બાયેલસા રાજ્ય સરકારે ભવિષ્યમાં થતા અકસ્માતોને રોકવા માટે હોડી સંચાલકો અને મુસાફરોને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
બાયેલસા સ્ટેટના માહિતી કમિશનર એબિયુવો કોકુ-ઓબિયાઈએ શનિવારે જણાવ્યું હતું કે, “હોડીઓમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવા, વધુ ઝડપે હોડી ચલાવવી, બેદરકારી દાખવવી અને લાઈફ જેકેટ વિના મુસાફરી કરવી – આ બધું બંધ થવું જોઈએ. કોઈ પણ મુસાફરી માનવ જીવનના નુકસાનના ભોગે કરવા જેવી નથી.”
રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું.
નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે જીવ ગુમાવ્યા છે, તેઓ આવી પરિસ્થિતિમાં મૃત્યુ પામવાને લાયક નહોતા.
રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા, તેઓ આવી રીતે મૃત્યુ પામવાને લાયક નહોતા.”
વધુ વાંચો: IND vs NZ: ઋષભ પંતની ઐતિહાસિક સદીથી ભારતનો રેકોર્ડ સ્કોર, ન્યૂઝીલેન્ડ મુશ્કેલીમાં!








