1. Home
  2. Tag "GujaratNews"

ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) […]

ચૂંટણી પંચ: બંગાળ અને તમિલનાડુમાં રૂ. 1000 કરોડથી વધુની માલમત્તા જપ્ત

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે આ બંને રાજ્યોમાં લોભ-લાલચ વગરના મુક્ત અને ન્યાયી મતદાન માટે કમર કસી છે. 23 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે પંચે આ બંને રાજ્યોમાં સંયુક્ત રીતે 1000 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત […]

ખાનગી શાળાઓની મનમાની પર NHRCની કાર્યવાહી: ખાનગી પ્રકાશકોના પુસ્તકો થોપવા બદલ તમામ રાજ્યોને નોટિસ

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: દેશભરની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ખાનગી પબ્લિકેશનના મોંઘા પુસ્તકો ખરીદવા માટે કરવામાં આવતા દબાણ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચે (એનએચઆરસી) ગંભીર નોંધ લીધી છે. વાલીઓની વ્યાપક ફરિયાદો અને ‘નમો ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ, પંચે આ મુદ્દે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. આ મામલે સુનાવણી કરતા […]

ઈરાને ઓમાન પાસે કન્ટેનર જહાજ પર કર્યો ગોળીબાર, ટ્રમ્પની દરખાસ્તને ગણાવી ચાલ

તહેરાન, 22 એપ્રિલ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સ્થિતિ વધુ વણસી રહી છે. શાંતિ વાર્તાનો બીજો તબક્કો રદ થયા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરની ઘટનામાં ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે એક કન્ટેનર જહાજને નિશાન બનાવતા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, ઓમાનના ઉત્તર-પૂર્વમાં લગભગ 15 દરિયાઈ માઈલ દૂર […]

અમદાવાદ: ગરમીથી બચવા ટ્રાફિક સિગ્નલ પર લગાવેલા ગ્રીન નેટ આશીર્વાદને બદલે આફત બન્યા! ટ્રાફિક જામની સમસ્યા વકરી

અમદાવાદ, 18 એપ્રિલ 2026: ગુજરાતમાં હાલ ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં મેગાસિટી અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. બપોરના સમયે રસ્તા પર નીકળતા વાહનચાલકો શેકાયા વગર રહેતા નથી. આ સ્થિતિમાં વાહનચાલકોને રાહત આપવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને કેટલીક સંસ્થાઓ દ્વારા શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ‘ગ્રીન નેટ’ […]

અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: ત્રણ ટાઈમ થશે આરતી

અંબાજી, 18 એપ્રિલ 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા નીજ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમયગાળો આગામી 19 એપ્રિલ અને સોમવાર એટલે કે અખાત્રીજથી અમલમાં આવશે. […]

ચૂંટણી પંચનો સપાટો: તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં રૂ.865 કરોડથી વધુની મિલકત જપ્ત

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: ભારતના ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2026ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓને હિંસા-મુક્ત અને પ્રલોભન-મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15 માર્ચ 2026ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર થયા બાદથી જ વિવિધ અમલીકરણ એજન્સીઓ કાર્યરત થઈ છે. તાજેતરના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 865 […]

ICAR-IARIનો મહત્વનો નિર્ણય: તમામ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઓફલાઈન મોડમાં જ રહેશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: દેશની પ્રતિષ્ઠિત કૃષિ સંશોધન સંસ્થા ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) એ તેના શૈક્ષણિક સમયપત્રક અંગે ચાલી રહેલી અસમંજસનો અંત લાવ્યો છે. સંસ્થાએ 25 માર્ચ, 2026ના રોજ જારી કરેલી ઓનલાઈન વર્ગોની સૂચના સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. હવે અંડરગ્રેજ્યુએટ, માસ્ટર અને પીએચડીના તમામ વર્ગો અગાઉની માફક જ કેમ્પસ પર ઓફલાઈન […]

ISRO ના મિશન અન્વેષાને ઝટકો: લોન્ચિંગના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

શ્રીહરિકોટા, 12 જાન્યુઆરી 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026 ની શરૂઆત આઘાતજનક રહી છે. સોમવાર, 12 જાન્યુઆરીના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવેલું PSLV C-62 મિશન અંતિમ ક્ષણોમાં મળેલી ટેકનિકલ ક્ષતિને કારણે નિષ્ફળ રહ્યું છે. આ મિશન દ્વારા ભારતનો અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 (અન્વેષા) અવકાશમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજા તબક્કાના અંતે […]

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code