Homeગુજરાતીખોરાકઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા પીઝા, જાણો રેસીપી

ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા પીઝા, જાણો રેસીપી

રેસીપી, 18 જુલાઈ 2026: જો તમે ટ્રેડિશનલ ગુજરાતી લાઈવ ઢોકળા અને ચીઝી ઈટાલિયન પિઝા બંને ભાવતું હોય તો આ બેસ્ટ કોમ્બિનેશન ટ્રાય કરી શકો છો તમને જરૂર ભાવશે! ઢોકળા પિઝા એ એક એવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે જેમાં મેંદાના પિઝા બેઝને બદલે ઘરમાં જ બનેલા સોફ્ટ અને જાળીદાર ઢોકળાના બેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પીઝા ઢોકળામાં ઢોકળાના બેઝ પર પિઝા સોસ, મનપસંદ શાકભાજી અને પુષ્કળ ચીઝ લગાવીને તેને બેક કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સ માટે આ એક પર્ફેક્ટ, હેલ્ધી અને ઝટપટ બની જતો નાસ્તો છે.

ઢોકલા પીઝા રેસીપી

સામગ્રી

પીઝા સોસ

2 ચમચી ઓલિવ તેલ

થોડી સમારેલી ડુંગળી

4 કળી લસણ

1 કપ ટામેટાની પ્યુરી

1 ચમચી મીઠું

½ ચમચી સુગર

¼ ચમચી લાલ મરીના ટુકડા

1 ચમચી ઓરેગાનો

6-7 તુલસીના પાન

કાળા મરી પાઉડર

ઢોકલા પીઝા બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં સોસ નાખો અને એમાં ઓલિવ તેલ નાખીને  મધ્યમ તાપ પર ગરમ કરો. લસણ ઉમેરો અને 30-60 સેકન્ડ માટે સુગંધ આવે ત્યાં સુધી કુક કરો. તેને બ્રાઉન ન થવા દો.

ટામેટાની પ્યુરી, મીઠું, સુગર (જો વાપરી રહ્યા હોવ તો), અને લાલ બેલ પેપરના ટુકડા ઉમેરો. હવે થોડી વાર માટે હળવા ઉકાળો, પછી ધીમો તાપ કરો.

25-35 મિનિટ માટે ઢાંકીને ઉકાળો, ક્યારેક ક્યારેક હલાવતા રહો, થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો. કુકીંગની છેલ્લી 5 મિનિટ દરમિયાન તુલસી નાખો. હવે સ્વાદ પ્રમાણેમીઠું અથવા મરી ઉમેરો.

આ મિક્ષરને હવે વાઈટ બનાવેલા ઢોકળા પર પાથરો, અને ઉપર ચીઝ ઉમેરો, ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો નાખી સર્વ કરો.

સંબંધિત લેખો

Most Popular