Homeગુજરાતીગુજરાતશાળા-કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ, 25મી નવેમ્બરે બીજુ સત્ર શરૂ થશે

શાળા-કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ, 25મી નવેમ્બરે બીજુ સત્ર શરૂ થશે

અમદાવાદ, 5 નવેમ્બર, 2026 : 21-day Diwali vacation begins in schools and colleges રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં તા. 4થી નવેમ્બરના રોજ પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં આજે 5મી નવેમ્બરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. આ વખતે ડીઈઓની સુચનાથી શાળાના વિદ્યાર્થીઓને હોમવર્ક અપાયું ન હોવાથી વિદ્યાર્થીઓ વેકેશનનો પુરતો લાભ લઈને મજા માણી શકશે. શાળા-કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ 26 નવેમ્બરથી થશે.

ગુજરાતભરની સરકારી, ગ્રાન્ટેડ સહિત શાળાઓ અને કોલેજોમાં 2026-27ના પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 8 જૂનથી થયો હતો. એટલે કે, શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર અંદાજે 150 દિવસ સુધી ચાલ્યું હતું, જે 4થી નવેમ્બરે પૂર્ણ થતાં આજે 5મી નવેમ્બરથી શાળા-કોલેજોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. હવે આગામી 21 દિવસ સુધી તમામ શાળાઓ અને કોલેજમાં ખાલીખમ જોવા મળશે. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં ફરી નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ થશે. બીજું શૈક્ષણિક સત્ર 2 મે, 2027 સુધી ચાલશે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરી સત્રાંત પરીક્ષા પણ લેવામાં આવશે. બીજું શૈક્ષણિક સત્ર અંદાજે 124 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ 3 મેથી 6 જૂન, 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ દિવાળીના વેકેશનમાં વિદ્યાર્થીઓને વધુ હોમવર્ક ન આપવાની સુચના આપવામાં આવી હતી. આથી મોટાભાગની સ્કૂલોએ વિદ્યાર્થીઓને હોમવર્ક જ ન આપતા વિદ્યાર્થીઓને મોજ પડી ગઈ છે. વેકેશનમાં વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવાના નિર્ણયને વાલીઓએ પણ આવકાર આપ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular