1. Home
  2. Tag "Samachar Blog"

ઊંઝા નજીક કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર 4 કલાકે કાબુ મેળવાયો

સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું, ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબુ મેળવ્યો મહેસાણાઃ  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પરની એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં […]

સરખેજમાં નેશનલ હાઈવે પરની 4 દરગાહ અને મંદિર સહિતના દબાણો હટાવાયા

4 દરગાહ, 1 કબ્રસ્તાન અને મંદિર-નાની દેરીને રોડ પરથી દૂર કરાયા, પીઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા, મ્યુનિ.કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટીએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી અમદાવાદઃ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા શહેરના સરખેજથી વિશાલા સુધી સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા […]

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એલર્ટ થયું, વડાપ્રધાને મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી, CMએ હાઇકમિટીને તાત્કાલિક સ્થળ પર મોકલી અમદાવાદઃ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે […]

AMCના હેલ્થ વિભાગે 304 કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકિંગ, મચ્છરો ઉત્પતિ મળી આવી

મ્યુનિ. દ્વારા 163 કન્સ્ટ્રકશન સાઈટને નોટિસ, 7 કન્સ્ટ્રકશન સાઈટ સીલ કરાઈ, મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ફોગીંગ, જંતુનાશક દવાનો છંટકાવ, અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાની વાદળછાંયુ વાતાવરણ અને સમયાંતરે પડતા વરસાદને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેથી મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે એએમસીના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પતિ સામે ઝૂંબેશ શરૂ કરી છે.અને હેલ્થના અધિકારીઓ દ્વારા […]

અમદાવાદમાં સીજી રોડને જોડતા બીજા 6 રોડ 100 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

લો ગાર્ડન તેમજ મીઠાખળીને પ્રિસીન્કટ એરીયા તરીકે ડેવલપ કરાશે, 6 રોડ ઉપર પાર્કિંગની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવાશે, 6 રોડને પ્રિસીન્કટ એરિયા તરીકે સ્ટ્રીટ ફર્નિચર સાથે ડેવલોપ કરાશે અમદાવાદ:  શહેરના સીજી રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલોપ કર્યા બાદ હવે સીજી રોડને જોડતા મીઠાખળી અને લો ગાર્ડન સહિતના 6 રોડને પણ ડેવલપ કરવામાં આવશે. જેની પાછળ મ્યુનિ.કોર્પોરેશન […]

નામિબિયામાં સ્વાગત દરમિયાન PM મોદીને 21 તોપોની સલામી અપાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે સવારે પાંચ દેશોની તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં નામિબિયા પહોંચ્યા. હોસીયા કુટાકો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમનું ભવ્ય પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં નામિબિયાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી સેલ્મા આશીપાલા-મુસાવીએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક સંગીતકારો અને નર્તકોએ સ્વાગત સમારંભમાં પર્ફોર્મ કર્યું અને તાળીઓ અને ઉત્સાહથી ગૂંજી ઉઠેલી ક્ષણમાં, પ્રધાનમંત્રીએ કલાકારો સાથે […]

રાજસ્થાનના ચુરુમાં ફાઇટર પ્લેન ક્રેશ, બે પાયલોટના મોત

રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ શહેર નજીક ભારતીય વાયુસેના (IAF)નું એક ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભાનોડા ગામ નજીક આ અકસ્માતમાં બંને પાઇલટના મોત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ પછી પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પહોંચી હતી. વાયુસેનાએ જણાવ્યું હતું કે, “રાજસ્થાનમાં ચુરુ નજીક ભારતીય વાયુસેનાનું એક જગુઆર ટ્રેનર વિમાન […]

અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કર્યા બાદ, ડંકી રૂટ પર EDની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની જાલંધર ઝોનલ ટીમે બુધવારે (9 જુલાઈ, 2025) ડોન્કી રૂટ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે પંજાબ અને હરિયાણાના 7 જિલ્લાઓ, અમૃતસર, સંગરુર, પટિયાલા, મોગા, અંબાલા, કુરુક્ષેત્ર અને કરનાલમાં 11 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસ તે ભારતીયો સાથે સંબંધિત છે જેમને ફેબ્રુઆરી 2025 માં અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. […]

ગાંધીનગરમાં સંત સરોવર 90 ટકો ભરાયો, સાબરમતી નદીમાં જળસ્તર વધવાની શક્યતા

ગાંધીનગરમાં સાબરમતી કિનારે ન જવા લોકોને અપીલ, શહેરના ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ કરાયો, પાણીનું સ્તર વધશે તો સંત સરોવરના દરવાજા ખોલાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સારા વરસાદને કારણે તેમજ સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સંત સરોવર ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. અને પાણીની આવક થઈ રહી છે. અને ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવાની […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવનારા સામે ઝૂંબેશ, 4125 ચાલકોને 95 લાખ દંડ કરાયો

ટ્રાફિક પોલીસ દ્વારા સ્પિડગનથી ઓવરસ્પિડિંગનો મેમો ફોટા સાથે અપાય છે, પ્રથમ મેમો 2000 અને ત્યારબાદ 3000નો ઇ-મેમો આવશે, રાજકોટ પોલીસને 20 સ્પીડગન ફાળવાઈ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવરસ્પિડને લીધે થતાં હોય છે. શહેરમાં જે માર્ગો પર સ્પિડ લિમિટ નક્કી કરી હોય તેના કરતા બમણી સ્પિડમાં વાહનો દોડાવવામાં આવતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code