Homeગુજરાતીગુજરાતસરખેજ-ઈસ્કોન બ્રિજનું અમિત શાહના હસ્તે 9મી નવેમ્બરે કરાશે લોકાર્પણ

સરખેજ-ઈસ્કોન બ્રિજનું અમિત શાહના હસ્તે 9મી નવેમ્બરે કરાશે લોકાર્પણ

અમદાવાદ, 5 નવેમ્બર, 2026 : Sarkhej-ISKCON Bridge to be inaugurated by Amit Shah on November 9th શહેરના એસજી હાઈવે પર ઈસ્કોન નજીક કર્ણાવતી કલબથી સરખેજ સુધી 4 કિમીના 6 લેન ફ્લાઈઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આગામી તા, 9મી નવેમ્બરના રોજ કરાશે. આ ઓવરબ્રિજ બનીને પખવાડીયાથી તૈયાર થઈ ગયો છે. હવે ઓવરબ્રિજન ખૂલ્લો મકાતા વાહનચાલકોને મોટી રાહત થશે. દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રિય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અન્ય વિકાસના કામો સાથે ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરાશે.

શહેરના ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીના 4 કિમીના ઓવરબ્રિજનનું 9મી નવેમ્બરના રોજ લોકાર્પણ બાદ પ્રતિદિન બે લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર સરળતાથી અને ઝડપી પહોંચી શકશે. એ સાથે સૌરાષ્ટ્રથી અમદાવાદના ઉજાલા સર્કલ થઈને ગાંધીનગર જતા વાહનચાલકોને પણ ફાયદો થશે.

શહેરમાં ટ્રાફિકથી સતત વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર ઈસ્કોન જંકશનથી સરખેજ ક્રોસ રોડ સુધી 4 કિમી લાંબો 6 લેનનો ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ લીધા બાદ છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ઓવરબ્રિજનું કામ ચાલતું હતું. આ બ્રિજની બંને સાઈડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે દિવાળી પર્વની ઊજવણી કરવા માટે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. 9મી નવેમ્બરના રોજ શાહના હસ્તે 671 કરોડથી વધુના લોકાર્પણ અને 358 કરોડના ખાતમુહૂર્ત કરાશે. જેમાં નારણપુરા, ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં નવી સ્માર્ટ સ્કૂલોનું પણ લોકાર્પણ કરશે. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપ અને ચાંદલોડિયામાં નવા પાણીની ટાંકીનું પણ ઉદ્ઘાટન કરશે. વાડજ વિસ્તારના પરીક્ષિતલાલ નગર ઝૂંપડપટ્ટી અને હનુમાનપુરાની ચાલીના રીડેવલોપમેન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular