નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વાવાઝોડાં ‘અર્નબ’ના પગલે આંધ્ર પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે.
એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “વાવાઝોડાં ‘અર્નબ’ ના પગલે આંધ્ર પ્રદેશ, પુડુચેરી, ઓડિશા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને આપત્તિના સમયે લોકોની મુશ્કેલીઓ હળવી કરવા માટે તેમને તમામ પ્રકારની સહાયની ખાતરી આપી. NDRF અને SDRF ની ટીમો એક્શનમાં આવી ગઈ છે અને યુદ્ધના ધોરણે રાહત તથા બચાવ કામગીરી ચાલુ રાખી છે. અસર અને જરૂરી વધારાની સહાયનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં IMCTs (ઇન્ટર-મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ્સ) મોકલવામાં આવશે. ભારત સરકાર દ્રઢ પ્રતિબદ્ધતા સાથે લોકોની સાથે ઉભી છે.”


