Homeગુજરાતીગુજરાતપોલીસ હોવાનું કહીને કંપનીના માલિકનું અપહરણ કરી 50 લાખ ખંડણી માગી, 3...

પોલીસ હોવાનું કહીને કંપનીના માલિકનું અપહરણ કરી 50 લાખ ખંડણી માગી, 3 પકડાયા

સુરત, 31 ઓકટોબર,2026 : Company owner kidnapped by giving fake police identity and demanded Rs 50 lakh શહેરના સરથાણા વિસ્તારમાં મહાવીર ચોક નજીક આવેલી એક ઓફિસમાં ઘૂસીને પોતે ગાંધીનગર પોલીસ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની ઓળખ આપીને ત્રણ શખસોએ વેબ ડેવલપમેન્ટની કંપનીના માલિક અને તેના ભાગીદારોનું સરકારી બોર્ડવાળી ઈનોવા કારમાં અપહરણ કરી, આજીવન જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી માગી હતી. અને અંતે રૂપિયા  ₹4 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે સરથાણા પોલીસે ગાંધીનગરના પત્રકાર સહિત 3 આરોપીને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 ફરાર હોવાથી તેમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે. કે, મૂળ અમરેલીના પીઠવાજાળ ગામના વતની અને હાલ લસકાણા પાસોદરા રોડ ખાતે રહેતા 22 વર્ષીય મિહિત પ્રકાશભાઈ દેસાઈ મહાવીર ચોક સ્થિત ‘ધ ગેલેરીયા-2’ બિલ્ડિંગમાં ભાગીદારીમાં ઓનલાઇન વેબ-ડેવલપમેન્ટનું કામકાજ કરે છે. 24 ઓક્ટોબરના રોજ બપોરે 3 વાગ્યે મિહિતભાઈ પોતાના સ્ટાફ સાથે ઓફિસે હાજર હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખસો અચાનક ઓફિસમાં ધસી આવ્યા હતા. તે પૈકીના એક શખસે મોબાઈલમાં વીડિયો શૂટિંગ શરૂ કરી દીધું હતું અને ઓફિસમાં હાજર તમામ કર્મચારીઓના ફોન બળજબરીથી ઝૂંટવી લઈ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્રણેય શખસોએ પોતે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનો રોફ જમાવી GST તથા ઓફિસના દસ્તાવેજો માંગ્યા હતા. પેઢી પાસે જીએસટી નંબર ન હોવાનું અને માત્ર ભાડા કરાર હોવાનું જણાવતાં જ આરોપીઓએ ધમકાવવાનું શરૂ કર્યું હતું.

પોલીસના નકલી સ્વાંગમાં આવેલા ત્રણેય શખસોએ ધમકી આપી હતી કે, “તમે ગેરકાયદે ધંધો કરો છો, એટલે તમને જીએસટી મામલે ગાંધીનગર લઈ જવા પડશે.” ત્યારબાદ ઓફિસમાંથી એક લેપટોપ જપ્ત કરી મિહિતભાઈ અને તેમના ભાગીદાર પ્રણવને બળજબરીપૂર્વક નીચે ઊભેલી સફેદ કલરની ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી ઈનોવા કારમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ રસ્તામાં ધાકધમકી આપી વધુ નાણાં પડાવવા માટે આઈટી કંપનીના બન્ને માલિકોને તેમની લાવ્યા હતા અને ત્યાં પહોંચેલા અન્ય એક ભાગીદાર મિલનભાઈ ધનજીભાઈ સોડવડીયાને પણ કારમાં બેસાડી લીધો હતો. આમ, ગાંધીનગર પોલીસની ખોટી ઓળખ આપનાર ટોળકીએ આ ત્રણેય ભાગીદાર યુવકોનું વારાફરતી અપહરણ કરી કારમાં ગોંધી રાખી ખંડણીની ઉઘરાણી કરી હતી. કારમાં ચાર શખસ સવાર હતા અને બે શખસ ઓફિસ પર હાજર રહ્યા હતા. આરોપીઓ બંને ભાગીદારોને શ્યામધામ મંદિર નજીક લઈ ગયા હતા. અને  50 લાખ રૂપિયા આપવા પડશે નહીંતર મોટો કેસ બનાવી આજીવન જેલમાં ધકેલી દઈશું” તેવી ધમકી આપી ખંડણી માંગી હતી. દરમિયાન આરોપીઓએ ઓફિસે રોકેલા પોતાના બે સાગરીતોને કામરેજ બોલાવી અમિત પાસેથી રોકડા ₹4,00,000 પડાવી લીધા હતા. નાણાં વસૂલ થઈ જતાં આરોપીઓ ત્રણેય યુવકોને રાજ હોટલ પાસે રસ્તા પર ઉતારીને કાર સાથે નાસી છૂટ્યા હતા.

આ ઘટના બાદ ભોગ બનનાર મિહિતભાઈએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને પોલીસે ગણતરીના કલાકોમાં ગાંધીનગરના 3 આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં પ્રતીક હિરાણી: વ્યવસાયે પત્રકાર (રહે. સેક્ટર-૨, ગાંધીનગર), યશ બારિયા: નકલી પી.આઈ. બન્યો હતો (રહે. પેથાપુર, ગાંધીનગર) અને સાહિલકુમાર પરમાર: વાળંદની દુકાન ચલાવે છે (રહે. સેક્ટર-૩, ગાંધીનગર) નો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular