Homeગુજરાતીગુજરાતખાનગી શાળાના સંચાલકોએ ફી સહિત પ્રશ્નોના ઉકેલ માટે આપી હડતાળની ચીમકી

ખાનગી શાળાના સંચાલકોએ ફી સહિત પ્રશ્નોના ઉકેલ માટે આપી હડતાળની ચીમકી

રાજકોટ, 31 ઓકટોબર,2026 : Private school administrators threaten strike to resolve issues રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સામે મોરચો માંડીને રાજ્યભરના 17000 ખાનગી શાળાઓમાં 9મી ડિસેમ્બરથી બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું અધિવેશન શુક્રવારે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયું હતું. જેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે મળેલી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠકમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે,  FRC નો કાયદો આવ્યા ને દસ વર્ષ જેટલો સમય થશે તેમ છતાં પણ કોઈ ચોક્કસ SOP નથી, દર વખતે વેલ્યુએશન રિપોર્ટ નાખતા વધારાનો રૂ.10,000નો ખર્ચ આવે છે, ફી નિયમન સમિતિ ફી રિસ્ટ્રિક્શન કમિટી બની ગઈ છે, કારણકે વિદ્યાર્થીઓના વિકાસ માટેના નાણા પણ માન્ય રાખવામાં આવતા નથી અને RTE વર્ષ 2013 થી અમલમાં છે પરંતુ તેમાં ખાનગી શાળાઓને વિદ્યાર્થી દીઠ ચૂકવવામાં આવતી ફી 10000 જ રાખવામાં આવી છે તેમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જેથી ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શાળાની જે ફી નક્કી કરવામાં આવે છે તેટલી ફી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થી દીઠ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

 આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સુધારા વિધેયક બહાર પાડવામાં આવ્યું છે તેમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે એક સરખા નિયમો રાખવામાં આવ્યા તે યોગ્ય નથી. આ સાથે જ તેઓએ ભાજપ સરકારના કાર્યક્રમોમાં અસહકાર આપવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના અધિવેશન પૂર્વે રાજ્યના ખાનગી શાળાઓના મહામંડળના પ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, અમદાવાદ ઝોન અને વડોદરા એમ કુલ ચાર ઝોન આવેલા છે. આ ચાર ઝોનમાં સૌપ્રથમ આજે સૌરાષ્ટ્ર ઝોનની અંદર આવેલા 10 જિલ્લાઓનું સંયુક્ત મહાઅધિવેશન યોજાયું છે. આજે લગભગ સૌરાષ્ટ્રના આ 10 જિલ્લાઓમાંથી લગભગ 1200 થી વધારે સંચાલકો ઉપસ્થિત રહ્યા છે.

રાજ્ય મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા શાળા સંચાલકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં પ્રતીક હડતાલ કરશું અને ત્યારબાદ પણ જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો શાળાઓ સદંતર બંધ કરી દઈશું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular