Homeગુજરાતીગુજરાતસુરત મ્યુનિ.નો ભજીયા વિવાદ, કોર્પોરેટરોની નાસ્તા પાર્ટીમાં એક લાખના ભજીયા ખવાયા

સુરત મ્યુનિ.નો ભજીયા વિવાદ, કોર્પોરેટરોની નાસ્તા પાર્ટીમાં એક લાખના ભજીયા ખવાયા

સુરત, 31 ઓકટોબર,2026 : SMC’s bhajiya controversy શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં સત્તાધારી ભાજપ દ્વારા સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે 750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 131 કિલો ભજીયા મંગાવીને નાસ્તા પાર્ટી યોજી હતી. અને ભજીયાની ખરીદી પાછળ રૂપિયા 98.250નો ખર્ચ કર્યો હતો. પ્રજાના ટેક્સના નાણામાંથી ભજીયાની પાર્ટી યોજાતા શહેરીજનો દ્વારા ટીકા થઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. ત્યારે મેયર માયા માવાણીએ ‘સસ્તું નહીં, સારું ખવડાવ્યું’ કહીને આ ખર્ચનો બચાવ કર્યો, અને ભજીયા ગુણવત્તાવાળા હોવાનો દાવો કર્યો હતો. પ્રજાના પૈસે મોંઘી મિજબાની સામે અનેક સવાલો ઊભા થયા છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશનની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં એક લાખના ભજીયાનો ખર્ચ કરાતા વિવાદ ઊભો થયો છે. સામાન્ય સભામાં માત્ર ભજીયા પાછળ જ પ્રજાની તિજોરીમાંથી રૂપિયા એક લાખથી વધુનો તોતિંગ ખર્ચ કરાતાં વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સામે પ્રજાના પરસેવાની કમાણી લૂંટવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે આ સમગ્ર વિવાદમાં ખુલાસો કરતાં સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સસ્તું નહીં પણ ગુણવત્તાયુક્ત ભોજન પીરસવામાં આવ્યું છે. અને સારું ખવડાવવું એ કોઈ ગુનો નથી.

વિપક્ષ કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સામાન્ય બજારમાં ઉત્તમ ગુણવત્તાના ભજીયા રૂપિયા 350 થી 500 પ્રતિ કિલોના ભાવે સરળતાથી ઉપલબ્ધ હોય છે, પરંતુ સુરત મ્યુનિના ભાજપના સત્તાધીશો દ્વારા ભજીયા રૂપિયા 750 પ્રતિ કિલોના ભાવે મંગાવવામાં આવ્યા હતા. જથ્થાબંધ ઓર્ડર હોવા છતાં માંડ ₹50 નું ડિસ્કાઉન્ટ મેળવીને કુલ 131 કિલોથી વધુ ભજીયા ખરીદવામાં આવ્યા હતા, જેથી માત્ર ભજીયાનું બિલ જ ₹1 લાખને પાર પહોંચી ગયું હતું. આશ્ચર્યની વાત એ છે કે શહેરની આગવી ઓળખ ગણાતી અસલ ઘારી પાછળ આશરે ₹20 હજારનો ખર્ચ થયો હતો, જ્યારે માત્ર તળેલા ભજીયાનું બિલ ઘારી કરતાં પાંચ ગણું વધુ ચૂકવાતાં મ્યુનિની નાણાકીય નીતિરીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર મામલે મેયર માયા માવાણીએ જણાવ્યું હતું કે, આ વખતની સામાન્ય સભા ચંડી પડવોના દિવસે અને દિવાળી નજીક હોવાથી નાસ્તામાં ઘારી અને ભજીયા રાખવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા માત્ર કોર્પોરેટરો પૂરતી નહોતી, પરંતુ અધિકારીઓ, પત્રકારો, પટ્ટાવાળા, માર્શલ અને મુલાકાતીઓ સહિત 350 થી 400 લોકો માટે હતી. ભાવ વધારા અંગે તેમણે તર્ક આપ્યો કે, ‘વેપારીનો ભાવ ₹800 હતો પણ આપણને ₹750માં આપ્યા હતા. ભજીયા એકદમ ઓઇલ ફ્રી અને ઉત્તમ ક્વોલિટીના હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular