Homeગુજરાતીદેશ-વિદેશઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને ભારતમાં થઈ રહેલા વિકાસ અને પીએમ મોદીની પ્રશંસા...

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને ભારતમાં થઈ રહેલા વિકાસ અને પીએમ મોદીની પ્રશંસા કરી

નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કરવા મામલે પ્રશંસા કરી છે. પીટરસએ એક અખબારમાં પીએમ મોદી સાથે મુલાકાત અને તેમના કામ કરવાની રીતને લઈને લેખ લખ્યો છે. કેવિન પીટરસને લખ્યું છે કે, હું પ્રથમવાર 2003માં ભારત ગયો હતો. તે સમયે નરેન્દ્ર મોદીને વધારે જાણતો ન હતો. તેઓ તે વખતે બે વર્ષથી ગુજરાતના સીએમ હતા. જ્યારે મે જાણ્યું હતું કે, સરકારમાં વડા તરીકે તેઓ પુરા 25 વર્ષ પૂર્ણ કરવાના છે ત્યારે મને વિચાર આવ્યો હતો કે કોઈ લોકશાહીમાં આ બહુ લાંબો સમય છે. ક્રિકેટની ભાષામાં કહીએ તો આ એક પુરુ કેરિયર કે તેનાથી પણ વધારે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં બાદ બ્રિટનમાં છ વડાપ્રધાન આવીને જતા રહ્યાં હતા. એટલે કે, જીવંત લોકશાહીમાં આ લાંબો સમય ખુબ ખાસ છે. મે જીવનનો મોટાભાગનો સમય ભારત આવીને ક્રિકેટ રમવામાં અને ફરવામાં વિતાવ્યો છે. ત્યાં મને અસાચરણ લોકો મળ્યાં અને નજીકના મિત્રો બન્યાં. બહારથી આવવા છચા મે ભારતને નજીકથી બદલાતા જોયો છે.

કેવિન પીટરસને વધુમાં લખ્યું છે કે, આજે મને સૌથી વધારે જે વસ્તુ પ્રભાવિત કરે છે તે સમગ્ર દેશમાં દેખાતો આત્મવિશ્વાસ છે. જ્યારે હું પ્રથમવાર ભારત ગયો ત્યારે ખાસ પ્રકારની ખચકાટ અનુભવતો હતો, જાણે દેશ તેની ક્ષમતાને સંપૂર્ણપણે સમજી રહ્યો ન હતો. આજે એક અલગ જ પ્રકારની લાગણી છે. આજના ભારતીયો મોટુ વિચારે છે અને સખ્ત સ્પર્ધા કરે છે. તેઓ પોતાની જાત અને દેશ પાસે સૌથી વધારે આશા રાખે છે. આને મે રમત-ગમતના ક્ષેત્રમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. ભારતીય ક્રિકેટને જ જોઈ લો. જ્યારે હું પ્રથમવાર આવ્યો હતો ત્યારે અદભૂત ખેલાડી હતા. પરંતુ ભારતની સફળતાનો મોટો ભાગ અત્યંત પ્રતિભાશાળી સુપરસ્ટાર્સના નાના જૂથ પર આધારિત હતો. આજે, ભારતીય ટીમોની ઊંડાઈ અસાધારણ છે. બેન્ચ ઉપર બેઠેલી એક ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમોને હરાવી શકે છે.”

  • બ્રિટનમાં મને મિત્રો ભારત વિશે પૂછે છેઃ પીટરસન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં રમત-ગમતની એક સંસ્કૃતિ વિકસિત થઈ રહી છે અને પીએમ મોદી સ્પોર્ટસને સતત આગળ વધારી રહ્યાં છે. મોદીનું ફિડ ઈન્ડિયાનું આહવાન સમગ્ર દેશમાં દેખાતા બદલાવને પ્રોત્સાહિત કરે છે અને જાગરુકતા વધારની ભૂમિકા નિભાવી રહ્યાં છે. યુવા ભારતીય મેરોથોન દોડી રહ્યાં છે, નવી રીતની ફિટનેશ પણ અપનાવી રહ્યાં છે અને તે રીતે પોતાની જાતને પડકાર આપે છે. વડાપ્રધાન પોતે યોગાભ્યાસ કરે છે. યોગ પ્રાચીન ભારતની એક મૂળ વિરાસત છે પરંતુ બહુ આધુનિક પણ છે. મને કોઈ આશ્ચર્ય નથી કે યોગ વૈશ્વિક સ્તર પર લોકપ્રિય છે અને સંયુક્ત રાષ્ટ્રએ પીએમ મોદીના પ્રસ્તાવ પર 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી હતી. ભારતએ માત્ર મનોવૈજ્ઞાનિક રીતે જ નહીં પરંતુ ભૌતિક રીતે પણ બદલાવ કર્યો છે. એરપોર્ટ, માર્ગો અને મેટ્રો બધુ અલગ જ છે. હોટલ અને માનક પણ અલગ છે. પહેલા બ્રિટનના મિત્રો મને ભારતની ગરમી, ભીડ અને ભોજન વિશે પૂછતા હતા. હવે તેઓ ભારતથી મોકલવામાં આવેલી કોવિડ-19 રસી, ભારતના સ્ટાર્ટઅપ્સ, ચંદ્રમા લેન્ડિંગ અને ડિજીટલ પેમેન્ટ બાબતે પૂછે છે.

પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કેવિન પીટરસને લખ્યું કે, કુદરત તેમના હૃદયની ખૂબ નજીક છે. પીટરસને લખ્યું, “મેં કાઝીરંગામાં સમય વિતાવ્યો છે અને ગેંડા સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી છું. મેં ભારતના વન્યજીવનના રક્ષણ માટે થઈ રહેલા કાર્યને જોયું છે, અને તે એવી વસ્તુ છે જેની હું ખૂબ પ્રશંસા કરું છું. ચિત્તાઓના પાછા ફરવાથી સમગ્ર દેશની કલ્પનાશક્તિ છવાઈ ગઈ. મેં ગુજરાતમાં દુર્લભ એશિયાઈ સિંહોના સંરક્ષણ વિશે પણ જાણ્યું, જ્યારે હું પીએમ મોદીને મળ્યો, ત્યારે જંગલી પ્રાણીઓ પ્રત્યેનો તેમનો ઉત્સાહ સ્પષ્ટ હતો. અમે ચિત્તા મુક્તિ વિશે ઉત્સાહથી વાત કરી, અને હું જોઈ શક્યો કે તેઓ કેટલા ઉત્સાહી હતા. તેમણે આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સની સ્થાપનામાં પણ મદદ કરી. આજના ભારત વિશે મને આ જ વાત રસપ્રદ લાગે છે. 2022 માં પીએમ મોદી તરફથી એક અદ્ભુત પત્ર મળ્યા પછી, મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો કે 2003 માં મેં ત્યાં પહેલી વાર પગ મૂક્યો ત્યારથી દરેક મુલાકાત સાથે હું દેશને વધુ પ્રેમ કરવા લાગ્યો છું.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular