અમદાવાદ, 27 ઓક્ટોબર, 2026 : Demand to declare Surendranagar, Banaskantha and Vav-Tharad as drought ગુજરાત સરકારે જામનગર. દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિત ચાર જિલ્લાઓને દૂષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે ઓછો વરસાદ પડ્યો છે. એવા સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને પણ દૂષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઊઠી છે. બનાસકાંઠાને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે સાંસદ ગનીબેન ઠાકોર તેમજ ભારતીય કિસાન સંઘે માગણી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા તેમજ વાવ-થરાદ જિલ્લામાંથી પણ માગ ઊઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો દૂષ્કાળગ્રસ્ત જિલ્લાની યાદીમાં સમાવેશ નહીં કરાતા જિલ્લાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતોએ માગ કરી છે કે, તેમના જિલ્લાને પણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ 25 ટકા કરતા પણ વધારે વરસાદની ઘટ છે. ઓછા વરસાદના પગલે મોટા જળાશયો સૂકાઈ રહ્યા છે. જિલ્લાનો સૌથી મોટો ગણાતો ધોળીધજા ડેમમાં પણ હવે માત્ર 16 ફૂટ જેટલું જ પાણી બચ્યું છે. ગામડાઓમાં નાના તળાવોના તળિયા દેખાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાના માલધારીઓને હિજરત કરવા જેવી સ્થિતિ છે. મૂળી, સાયલા, થાનગઢ,ચોટીલા જેવા તાલુકામાં પશુઓના ઘાસચારો નહીં મળતા માલધારીઓને પોતાને પશુઓને કેવી રીતે નિભાવવા તેની સમસ્યા સતાવી રહી છે. પોતાના પશુઓને બચાવવા માટે માલધારીઓ પરિવાર અને પશુઓ સાથે અન્યત્ર સ્થળાંતર કરવા માટે મજબૂર બની ગયા છે.
આ ઉપરાંત બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જિલ્લામાંથી બાકાત રખાતા ભારતીય કિસાન સંઘે સરકાર પાસે પુનર્વિચારની કરી માગ કરી છે. તેમજ સાંસદ ગનીબેન ઠાકોરે પણ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાને દૂષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી કરી છે. જ્યારે વાવ-થરાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઊઠી છે. ખેડૂત આગેવાનોના કહેવા મુજબ વાવ-થરાદ જિલ્લામાં આ વર્ષે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે. ખેડૂતોએ મોંઘા ડીઝલ, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ કર્યો, છતાં પાક નિષ્ફળ ગયો છે. આના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.


