ગાંધીનગર, 22 ઓક્ટોબર, 2026 : Indian Navy’s Western Chief Vice Admiral pays courtesy call on Chief Minister મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાતે ભારતીય નૈકા દળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન-ચીફ વાઈસ એડમીરલ સંજય વાત્સયને ગાંધીનગરમાં લીધી હતી.
વાઈસ એડમીરલ સંજય વાત્સયને મે-2026થી ભારતીય નૌકા દળના વેસ્ટર્ન નેવલ કમાન્ડના 35માં ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મૂલાકાતમાં તેમણે ગુજરાતના વ્યુહાત્મક સમુદ્ર કિનારાની સુરક્ષા અંગે ભારતીય નૌ સેનાની વિવિધ ગતિવિધિઓની જાણકારી આપી હતી. સંજય વાત્સયન 1988થી ભારતીય નૌકા દળમાં સેવારત થયા છે અને તેમના સેવાકાળ દરમિયાન તેમણે અનેક અગ્રણી યુદ્ધ જહાજો પર સેવાઓ આપેલી છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફનો પદભાર સંભાળતા પૂર્વે તેઓ નેવલ હેડ ક્વાર્ટર્સ ખાતે વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે ફરજો બજાવતા હતા.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફના નેતૃત્વ હેઠળ સમગ્ર અરબી સમુદ્ર, પશ્ચિમ હિન્દ મહાસાગર, હોર્મુઝ સ્ટ્રેટ, બાબ-અલ-મંડેલ સ્ટ્રેટ અને સુએઝ કેનાલ તથા મોઝામ્બિક ચેનલ અને કેપ ઓફ ગુડ હોપ જેવા મહત્વપૂર્ણ ચેક પોઈન્ટ્સ આવરી લેવાયા છે. એટલુ જ નહિ, દેશના મહત્વપૂર્ણ પશ્ચિમી દરિયા કાંઠાનું રક્ષણ, વેપાર અને ઊર્જા માર્ગો સુરક્ષિત કરવા તથા ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં પણ વેસ્ટર્ન નેવલ કમાન્ડની પ્રાથમિક ભૂમિકા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિઅર કમાન્ડીંગ ઈન ચીફ વાઈસ એડમીરલ સંજય વાત્સયને આ મૂલાકાત દરમિયાન સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યુ હતું.


