1. Home
  2. Tag "local news"

સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવલી ગામ પાસે 14 સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો

સિંહનો જોઈને હાઈવેની બન્ને બાજુ વાહનો ઊભા રહી ગયા, વાહનચાલકોએ સિંહનો લટાર મારતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, જંગલમાં મચ્છરોના ત્રાસ વધતા ખુલ્લા મેદાનમાં સિંહો આવી જતા હોય છે, ઊનાઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં જંગલમાં મચ્છરોને લીધે સિંહ જંગલ છોડીને મેદાની વિસ્તારોમાં લટાર મારવા નિકળતા હોય […]

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]

સુરેન્દ્રનગરમાં રેલવે અંડરબ્રિજમાં સતત પાણી ભરાઈ રહેતા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી

અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ, વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ, ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાજ હોટલ પાસેના રેલવે અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આમ તો આ […]

કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખિયાળી-માળિયા નેશનલ હાઈવેને 6 લેન બનાવવા રજુઆત

હાઈવે પર દૈનિક 20 થી 25 હજાર કોમર્શિયલ અને પેસેન્જર વાહનો પસાર થાય છે, ગાંધીધામ ચેમ્બર દ્વારા NHAI ના ચેરમેનને રજુઆત, સતત ટ્રાફિકને લીધે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખિયાળી-માળિયા હાઈવે પર સતત ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. દેશના બે મહાબંદરો કંડલા અને મુન્દ્રા આવેલા હોવાથી કન્ટેનરોની અવર-જવર પણ […]

ભારે વરસાદને લીધે થરાદ-ધાનેરા હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

હાઈવે પરના ત્રણ રસ્તા પર પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો, હાઈવે પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, થરામાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં થરાદઃ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે નગરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. થરાદ-ધાનેરા ત્રણ […]

સુરેન્દ્રનગર અને વઢવાણની 5 આંગણવાડીમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ખોરાકને સેમ્પલ લેવાયા

મધ્યાહન ભોજનની રસોઈની ગુણવત્તાની તપાસ કરાઈ, જૂન મહિનામાં 9 રેગ્યુલર, 36 સર્વેલન્સ સહિત 45 ખાદ્યચીજસ્તુઓના સેમ્પલો લેવાયા હતા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં સર્ચ કર્યું સુરેન્દ્રનગરઃ ચોમાસા દરમિયાન ખોરાક લેવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય છે. ભેળસેળયુક્ત અને વાસી ખોરોકને લીધે આરોગ્યને હાની પહેંચતી હોય છે. આથી જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ […]

વડોદરા શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ મુખ્ય માર્ગો પર પાણી ભરાયા,

ઉપરવાસમાં વરાસદને લીધે વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફુટે પહોંચી, એમ. જી. રોડ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવરના રોડ પર પાણી ભરાયા, મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો   વડોદરાઃ શહેરમાં માત્ર દોઢ ઈંચ વરસાદમાં રોડ પર પાણી ભરાતા મ્યુનિનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. શહેરમાં સતત બે કલાક સુધીમાં 37 મીમી વરસાદ ખાબકતા સમગ્ર […]

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપથીની 145 કોલેજોમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોમાં 16246 બેઠકો ઉપલબ્ધ, 18 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પીન વિતરણ ચાલશે, દસ્તાવેજોની ચકાસણી કાલે તા. 7થી 19 જુલાઈ દરમિયાન 29 સેન્ટરો પર કરાશે અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથી સહિતની વિદ્યાશાખાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. NEET UG 2025નું પરિણામ જાહેર થયા પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી […]

અમદાવાદમાં દર વર્ષે 1000 કરોડનો ખર્ચ છતાંયે રોડ પર ખાડા પડ્યાની 5033 ફરિયાદો મળી

શહેરમાં સામાન્ય વરસાદમાં 838 ભૂવા પડ્યાં, શાસકો પાસે નથી કોઈ જવાબ, સૌથી વધુ ટેક્સ ચૂકવતા પશ્ચિમ ઝોનમાં રોડ તૂટવાની 990 ફરિયાદો મળી, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 159 ભૂવા પડ્યા  અમદાવાદઃ શહેરના નાગરિકોના ટેક્સથી મ્યુનિ.કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થાય છે. અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા  વર્ષે શહેરના રોડ રસ્તાઓ માટે રૂપિયા 1000 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. […]

અમદાવાદમાં જાહેર શૌચાલય કેટલા અને ક્યા સ્થળે છે, એનો કમિટીએ રિપોર્ટ માગ્યો

શાસ્ત્રીનગરમાં ભાજપ કાર્યકરે નડતરરૂપ શૌચાલય તોડી નાંખતા વિવાદ થયો હતો, ભાજપ નેતાના ફોન બાદ પોલીસ ફરિયાદ તો દૂર, મ્યુનિ.એ દુકાન પણ સીલ ન કરી, હેલ્થ કમિટીને જ ખબર નથી કે શહેરમાં જાહેર શૌચાલયો કેટલા છે? અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરે તેની દુકાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code