1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની જેમ કૂતરાઓનો પણ ત્રાસ વધ્યો, મહિનામાં 1430 લોકોને કૂતરા કરડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. ડોગ બાઈટના બનાવોમાં વધરો થયો છે. એક મહિનામાં 1430 લોકોને કૂતરા કરડતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ આંકડો સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ ત્રણ મહિના પહેલા જ શહેરના અજરામર ટાવરથી […]

સુરેન્દ્રનગરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા ઠેર ઠેર જોવા મળે છે. રખડતા ઢોરને લીધે ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બની રહી છે. અને અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. પરંતુ નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય છે. નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો આપવાની તો જાહેરાત થઈ છે પણ હાલ નાગરિકાને પાણી, ગટર, […]

કેનાલોમાં વારંવાર ગાબડાં પડવાનું કારણ કમળનો ખેસ પહેરેલા બે પગવાળા ઉંદરો છેઃ શક્તિસિંહ ગોહિલ

સુરેન્દ્રનગરઃ  જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ નૌશાદ સોલંકીના પદગ્રહણ સમારંભ પ્રસંગે ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો, યુવા સાથીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સાથે નાનપણનો સબંધ છે. સુરેન્દ્રનગરમાં એન ટીએમ હાઇસ્કુલમાં ભણેલા છું. ભોગાવોનું પાણી પણ પીધેલુ છે અને ભોગાવોની રેતીમાં રમેલા છું. આ જિલ્લા સાથે જુનો સબંધ છે, એટલે […]

સુરેન્દ્રનગર જિલ્લા- તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મી ફેબ્રુઆરીથી યોજાશે

સુરેન્‍દ્રનગરઃ  જિલ્લા અને તાલુકાના લોકોના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રી દ્વારા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવાની સુચના આપ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં તા. 21/2/2024ના રોજ ગ્રામ્ય કક્ષાનો તેમજ દરેક તાલુકા કક્ષાનો અને તા. 22/2/2024ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓ શરૂ […]

લીંમડીના શિયાણી પાસે કાર પલટી જતાં બેના મોત,વસ્તડી પાસે કારે અડફેટે લેતા રાહદારીનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. લીમડી-લખતર રોડ પર આવેલા શિયાણી ગામ પાસે પુરફાટ ઝડપે આવતી કારનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પાણી ભરેલા નાળામાં ખાબકતા કારમાં મુસાફરી કરી રહેલા બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માત લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામ પાસે સર્જાયો હતો. જેમાં હાઈવેની સાઈડ પર જામફળ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા, ત્રણ વય જુથના સ્પર્ધકો ભાગ લેશે

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર ઉપરાંત તમામ તાલુકા મથકો પર આજે તા.23મીને શનિવારે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. સૂર્યનમસ્કાર સ્પર્ધા 9થી 18 વર્ષ, 19થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વય જૂથોમાં યોજાશે. સ્પર્ધકોએ નિર્ણાયકો સમક્ષ 10 મિનિટમાં 15 સૂર્ય નમસ્કાર પ્રસ્તુત કરવાના થશે. યોગને વિશ્વસ્તરીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને આગળ વધારવા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટાને લીધે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો,

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઠંડીમાં ક્રમશઃ વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધાતા વાયરલ બિમારીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાં તેમજ ધ્રાંગધ્રા. લીંમડી. ચુડા, સાયલા, સહિત તમામ તાલુકાના હેલ્થ કેન્દ્રો પર દર્દીઓના લાઊનો જોવા મળી રહી છે. શરદી, ઉધરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે. જિલ્લામાં વાઇરલ ઇન્ફેકશન અને ડબલ ઋતુને […]

સુરેન્દ્રનગરના ફુલગ્રામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દંપત્તીનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત ફુલગ્રામ પાસે  સર્જાયો હતો.  પુત્રના લગ્ન પુરા કરી અન્ય પરિવારજનો ક્રેટા કારમાં પરત ફરતા હતા ત્યારે ક્રેટાકાર ડમ્પર સાથે અથડાતા પતિ-પત્નીના મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે 30 કરોડના ખર્ચે વિક્સાવાશે

સુરેન્દ્રનગરઃ શહેર નજીક આવેલો ધોળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવામાં આવે છે. એટલે કે નર્મદાના પાણીથી ડેમને છલોછલ ભરીને સૌરાષ્ટ્રમાં પીણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે બારેમાસ ધોળી ધજા ડેમ ભરાયેલો જોવા મળે છે. હવે સરકારે ધાળી ધજા ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવાનું નક્કી કર્યું છે, રૂપિયા 30 કરોડના ખર્ચે બાગ-બગીચા, પ્રવાસીઓ માટેના મનોરંજક […]

સુરેન્દ્રનગર- વઢવાણમાં રખડતા ઢોરને પકડવા માટે આખરે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર ઠેર ઠેર જોવા મળતા હતા. રખડતા ઢોરને લીધે ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો રજુઆતો છતાં કોઈ પગલા લેતા નહતા. આખરે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ હવે નગરપાલિતાનું તંત્ર સફાળું જાગ્યુ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code