Homeગુજરાતીખોરાકઘરે બનાવો ચણાનું ગ્રેવી વાળું શાક, જાણો રેસીપી

ઘરે બનાવો ચણાનું ગ્રેવી વાળું શાક, જાણો રેસીપી

રેસીપી, 15 જૂન 2026: દેશી કાળા ચણા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક છે, પણ જ્યારે તેને ટામેટાં, ડુંગળી, આદુ, લસણ અને ખાસ ભારતીય મસાલાની રિચ ગ્રેવીમાં બનાવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ કોઈ ધાબા સ્ટાઇલ સબ્જીને પણ ટક્કર મારે તેવો હોય છે.

કાળા ચણાનું શાકને ટેસ્ટી બનાવવા માટે ચણાને બરાબર બાફવા અને ગ્રેવીને ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવી એ તેની મુખ્ય સિક્રેટ ટ્રિક છે. ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે આ મસાલેદાર ગ્રેવી વાળું ચણાનું શાક બેસ્ટ અને ઝડપી ઓપ્શન છે.

ચણાનું ગ્રેવી વાળું શાક રેસીપી

સામગ્રી

250 ગ્રામ કાળા ચણા

3-4 સમારેલ ડુંગળી

1 ચમચી આદુ-લસણ

3 ટામેટાની પ્યુરી

સ્વાદ મુજબ મીઠું

1/2 ચમચી હળદર પાઉડર

1 ધાણાજીરુ પાઉડર

1/2 ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચું પાઉડર

જરૂર મુજબ તેલ

વઘાર માટે સામગ્રી

તેલ

1/2 ચમચી આખું જીરું

1/2 ચમચી હીંગ

1 તમાલપત્ર

1 સુકા મરચા

કોથમીર

ચણાનું ગ્રેવી વાળું શાક બનાવવાની રીત

સૌ પ્રથમ ચણા ને 10-12 કલાક પાણીમાં પલાળી રાખો, હવે ડુંગળી કટ કરો, ત્યારબાદ ફોલીને આદુ-લસણ ખાંડી લો.

હવે બાઉલમાં પલાળેલા ચણા લો અને ગેસ ચાલુ કરીને તેને 4-5 સીટી કરીને કુકરમાં બાફી લો.

 ત્યારબાદ સમારેલ ડુંગળી-ટામેટા, લીલા મરચા, આદુ લસણ પેસ્ટ ઉમેરી દો, હવે એમાં મીઠું, હળદર પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું-તેલ ઉમેરો, બધું સારી રીતે મિક્સ કરો

હવે વઘાર માટે ૨ ચમચી તેલ, આખું જીરું, હીંગ, તમાલપત્ર અને સુકા મરચા ઉમેરો, એમાં મિક્સ કરેલા ચણા ઉમેરો, 2 મિનીટ માટે સાંતળો.

હવે 2 કપ પાણી ઉમેરી 3 સીટી કરી લો, શાકને સારી રીતે મિક્સ કરી એકરસ કરી લો, એના પર ઉપરથી લીંબુ અને કોથમીર  ઉમેરો, તમારું એક્દમ સરળ ને રસાદાર ચણાનું શાક તૈયાર છે.

સંબંધિત લેખો

Most Popular