Homeગુજરાતીગુજરાતસુરતમાં લૂંટારૂઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, પોલીસે પગમાં ગોળી ધરબી દીધી

સુરતમાં લૂંટારૂઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, પોલીસે પગમાં ગોળી ધરબી દીધી

સુરત, 21 નવેમ્બર, 2026 : Police shot robber in the leg while attacking police શહેરમાં ગુરૂવારે વહેલી સવારે વરાછા, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં બાઈક પર આવેલા લૂટારૂ શખસોએ 5 જેટલા રાહદારીઓને છરીની અણિએ લૂંટી લીધા હતા. આ બનાવ બનતા જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે લૂંટારૂ શખસોનું પગેરૂ મેળવી લીધુ હતું. બન્ને લૂંટારૂ શખસોને શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. લૂંટારૂ શખસોને પકડવા ગયેલી લીંબાયત પોલીસ પર એક આરોપીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરતાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના ડાબા પગમાં ગોળી વાગતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં ગઈ તા. 19 નવેમ્બરને ગુરૂવારના રોજ વહેલી સવારે બાઈકસવાર બે લૂટારૂ શખસોએ એકલા ચાલતા જતા રાહદારીઓને નિશાન બનાવી છરીની અણિએ મોબાઇલ ફોન તથા રોકડ રકમની લૂંટ કરીને બંને લૂટારૂ શખસો ફરાર થઈ ગયા હતા. લૂંટના 5 બનાવો બનતા પોલીસ સફાળી જાગી હતી.

 ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં એક જ રાતમાં 45 મિનિટના ગાળામાં વરાછા, મહિધરપુરા અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લૂંટ અને 2 ગંભીર ઈજા (ગ્રીવીયસ હર્ટ) સહિત કુલ 5 ગુના નોંધાયા હતા. આ ગુનામાં સામેલ એક આરોપીને અગાઉ લીંબાયત પોલીસે ઝડપતી વખતે થયેલા હુમલા બાદ ફાયરિંગ કરીને પકડ્યો હતો, જ્યારે બીજા આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે લીંબાયતની મમતા ચોકી પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ બાદ આ બીજા આરોપીને ક્રાઈમ બ્રાંચની ઓફિસથી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન સ્વામિનારાયણ મંદિર આસપાસ પોલીસ ગાડીના આગલા ટાયરમાં હવા ઓછી જણાતા ગાડી ઊભી રાખવામાં આવી હતી. આ સમયે ડ્રાઈવર અને બે કોન્સ્ટેબલ ટાયર તપાસવા માટે ગાડીમાંથી નીચે ઊતર્યા હતા, જ્યારે ગાડીમાં PSI અને આરોપી બાજુ-બાજુમાં બેઠા હતા. આરોપીને હથકડી પહેરાવવામાં આવી ન હોવાથી તેણે તકનો લાભ ઉઠાવી બાજુમાં બેઠેલા PSIની રિવોલ્વર ખેંચવાનો અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફાયરિંગ કરશે એવા ડરથી ભાગવાનો પ્રયત્ન કરતા અને પોલીસ પર હુમલાની કોશિશ કરતા સ્વબચાવમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને પગમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img