Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હીથી હાપુડ સુધી દોડશે ઇલેક્ટ્રિક બસો, CM રેખા ગુપ્તાએ 100 બસોને આપી...

દિલ્હીથી હાપુડ સુધી દોડશે ઇલેક્ટ્રિક બસો, CM રેખા ગુપ્તાએ 100 બસોને આપી લીલી ઝંડી

નવી દિલ્હી, 20 નવેમ્બર 2026: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાશ્મીરી ગેટ ISBT ખાતેથી 100 નવી ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી રવાના કરી. આ જ પ્રસંગે દિલ્હી-હાપુડ આંતર-રાજ્ય બસ સેવા પણ શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી પાસે દેશનો સૌથી મોટો ઇલેક્ટ્રિક બસોનો કાફલો છે અને સરકાર DTC (દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) ને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. તેમણે દિલ્હીના રહેવાસીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને આ પરિવર્તન પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરી હતી. સરકાર પર્યાવરણને અનુકૂળ અને સ્વચ્છ પરિવહન વ્યવસ્થાને પ્રાધાન્ય આપી રહી છે. આ નવી ઇલેક્ટ્રિક બસો પ્રદૂષણ નિયંત્રિત કરવામાં તેમજ મુસાફરોને સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે.

આ બસોના ઉમેરા સાથે, દિલ્હીના બસ કાફલાની સંખ્યા વધીને 7,088 થઈ ગઈ છે. જેમાં 5,338 ઈલેક્ટ્રિક બસો અને 1,750 સીએનજી (CNG) બસોનો સમાવેશ થાય છે. સરકારનું લક્ષ્ય વર્ષ 2028 સુધીમાં આ કાફલાને વધારીને 14,000 બસો સુધી પહોંચાડવાનું છે. દિલ્હીની જાહેર પરિવહન વ્યવસ્થાને આધુનિક, સુલભ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે કેબિનેટના સાથી ડૉ. પંકજ કુમાર સિંહ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો: અમેરિકાની બેંક JPMorgan પર સાઇબર હુમલો, 16 હજાર ગ્રાહકોનો ડેટા લીક

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img