Homeગુજરાતીદેશ-વિદેશમાનવીય સુરક્ષા માટે ભારત પ્રતિબદ્ધ, CDS જનરલ રાજા સુબ્રમણીએ વ્યક્ત કર્યો દેશનો...

માનવીય સુરક્ષા માટે ભારત પ્રતિબદ્ધ, CDS જનરલ રાજા સુબ્રમણીએ વ્યક્ત કર્યો દેશનો સંકલ્પ

નવી દિલ્હી, 19 નવેમ્બર 2026: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણીએ જણાવ્યું છે કે માનવીય સહાય અને આપત્તિ રાહત એ દેશની અંદર તથા વિશાળ પડોશી ક્ષેત્રમાં માનવ સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

જામનગર એર ફોર્સ સ્ટેશન ખાતે આયોજિત વાર્ષિક સંયુક્ત માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ-2026’ના ત્રીજા અને અંતિમ દિવસે જનરલ સુબ્રમણી મીડિયાને સંબોધી રહ્યા હતા. આ કવાયત મંગળવારે શરૂ થઈ હતી.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે જણાવ્યું હતું કે, આપત્તિઓના વધતા જોખમવાળા આજના વિશ્વમાં, અસરકારક રાહત અને બચાવ કામગીરીની જવાબદારી કોઈ એક સંસ્થાની હોઈ શકે નહીં. આ માટે સરકાર, સશસ્ત્ર દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), અન્ય સંસ્થાઓ અને નાગરિકોના સંકલિત સહયોગની આવશ્યકતા છે.

જનરલ સુબ્રમણીએ જણાવ્યું હતું કે 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દસ-મુદ્દાના કાર્યસૂચિ દ્વારા આપત્તિ જોખમ ઘટાડવા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ‘સહાયતા સેતુ-2026’ કવાયત આ દ્રષ્ટિકોણને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કવાયતમાં સશસ્ત્ર દળોની ત્રણ શાખાઓ, ભારતીય કોસ્ટ ગાર્ડ, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય અને નાગરિક વહીવટીતંત્રો તેમજ ભાગીદાર રાષ્ટ્રો સામેલ છે. તેનો ઉદ્દેશ આપત્તિ વ્યવસ્થાપન માટે સહિયારા અભિગમને મજબૂત બનાવવાનો છે.

જનરલ સુબ્રમણીએ જણાવ્યું હતું કે માનવીય સહાય અને આપત્તિ રાહત અંગેનો ભારતનો અભિગમ તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ (પડોશી પ્રથમ) નીતિ અને ‘વિઝન ફોર ધ ઓશન’ (વિઝન મહાસાગર) માળખા દ્વારા સંચાલિત છે. તેમણે નોંધ્યું કે ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં, તેમજ વ્યાપક ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક વિશ્વાસપાત્ર ‘પ્રથમ પ્રતિભાવક’ (first responder) તરીકે ઉભરી આવ્યું છે.

જનરલ સુબ્રમણીએ જણાવ્યું હતું કે, તુર્કીમાં ‘ઓપરેશન દોસ્ત’ અને મ્યાનમારમાં ‘ઓપરેશન બ્રહ્મા’ દ્વારા ભારતે પોતાની સરહદોની બહાર સમયસર અને સુવ્યવસ્થિત રીતે સહાય પહોંચાડવાની ક્ષમતા દર્શાવી છે.

વધુ વાંચો: ચક્રવાત ‘અક્વાન’ને લઈને હવામાન વિભાગની મોટી અપડેટ, ઉત્તર તરફ વધ્યું વાવાઝોડું!

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img