1. Home
  2. Tag "india"

ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો વન ટાઈમ ફિક્સ જંત્રી ભરીને માલિકીના કરી શકાશે

ગાંધીનગરઃ ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાનોને લીઝ હોલ્ડમાંથી નિશ્ચિત જંત્રીની રકમ ચૂકવવા પર ફ્રી હોલ્ડમાં ફેરવવાની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે 30 જુલાઈ, 2021 ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીને એક વખતની ફિક્સ જંત્રીની ચુકવણી કરવાથી […]

ATMમાં રૂપિયા કઢાવવા જતા લોકોને ઠગતી ટોળકી પકડાઈઃ 4 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદઃ શહેરમાં એટીએમમાંથી રૂપિયા કઢાવવા જતાં સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ બનાવીને મદદ કરવાના બહાને છેતરપિંડી કરવાના બનાવો વધી જતાં પોલીસને આવા ગુનાઓ ઉકેલવાની પાલીસ કમિશનરે સુચના આપી હતી. આથી પોલીસે એટીએમમાં પૈસા ઉપાડવા માટે મદદના બહાને લોકોને લૂંટતી ટોળકીને ઝડપી લીધી છે. ત્રણ પૈકી બન્ને આરોપીનો ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. આરોપીઓ એટીએમમાં મદદના બહાને પહોંચતા […]

તાલિબાનના ઉપદ્રવથી ત્રસ્ત અફઘાનિસ્તાને ભારત પાસે માગી મદદ

દિલ્હીઃ અફઘાનિસ્થાનમાં હાલત સતત નાજુક થઈ રહ્યાં છે. દરમિયાન અફઘાનિસ્તાને ભારત પાસે મદદ માગી છે. તાલીબાનથી બચવા માટે ભારત પાસે મદદ માગી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ હનીફ અતમારએ ભારતીય મંત્રી એસ.જયશંકર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં તાલિબાન અને વિદેશી આતંકવાદી સંગઠનોના સતત હુમલાથી બગડતી સ્થિતિ અંગે માહિતગાર કર્યાં હતા. તેમજ […]

ICC T-20 વર્લ્ડ કપની તારીખ જાહેરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે રમાશે મેચ

દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટી-20 વર્લ્ડ કપની તારીખ જાહેર થઈ ચુકી છે. આ સાથે જ ક્યાં ગ્રુપમાં કઈ ટીમ હશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપનો પુરો શિડ્યુઅલ હજુ સામે નથી આવ્યો પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ રાઉન્ડ મેચ રમાશે. આ ત્યારે જ નક્કી થયું જ્યારે આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપ […]

ભારતની વધી શકે છે તાકાત, અમેરિકા સાથે 82 મિલિયન ડોલરની ડિફેન્સ ડીલને અમેરિકાની મંજૂરી

ભારતને મળી શકે છે હાર્પૂન મિસાઈલ્સ અમેરિકાએ આપી મંજૂરી 82 મિલિયન ડોલરની ડીલને અમેરિકાની મંજૂરી દિલ્લી: ભારતની વિરુદ્ધમાં ચીન અને પાકિસ્તાન દ્વારા વધતી ચાલાકી તથા અવળચંડાઈને સરખો જવાબ આપવા માટે ભારત સરકાર સતત તેની તાકાતમાં વધારો કરી રહી છે. આવામાં અમેરિકા દ્વારા ભારતને ઘાતક હાર્પૂન મિસાઈલ મળી શકે તેમ છે. અમેરિકાની સરકાર દ્વારા 82 મિલિયન […]

ભારતમાં ત્રણ તલાક કેસોમાં લગભગ 80 ટકાનો ઘટાડો, કાયદાને બે વર્ષ પૂર્ણ

દિલ્હીઃ ભારતમાં ત્રણ તલાકના કાયદાને બે વર્ષ પૂર્ણ થયો છે. આ કાયદાને કારણે મુસ્લિમ મહિલાઓને મોટી રાહત મળી છે. દરમિયાન કેન્દ્રીય લઘુમતી મામલાઓના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, મુસ્લિમ મહિલા (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઑન મેરેજ) એક્ટ લાગુ થયા બાદ ત્રણ તલાકના કેસોમાં 80 ટકાનો ઘટાડો આવ્યો છે. 1 ઑગષ્ટ, 2019ના કાયદો લાગુ થવાથી […]

કાશ્મીરથી પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી આતંકવાદી બનીને ભારત પરત આવ્યો

પાકિસ્તાન ભણવા ગયેલો વિદ્યાર્થી બન્યો આતંકવાદી કાશ્મીરથી ગયો હતો ભણવા માટે તપાસ એજન્સીએ કર્યો ખુલાસો શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં રોકાયેલી ભારતની તપાસ એજન્સી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે કાશ્મીરના ઘણાં યુવાનો પાસપોર્ટ અને માન્ય દસ્તાવેજોના આધારે પાકિસ્તાનની મુલાકાતે જાય છે અને ત્યારબાદ આતંકવાદી તરીકે ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરે […]

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન વેપાર સંબંધોને લઈને ભારતની મુલાકાતે આવશે

ભારતની મુલાકાતે આવશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ વેપાર સંબંધોને લઈને થઈ શકે છે ચર્ચા ઓગસ્ટની શરૂઆતમાં આવશે ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ દિલ્હી:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે વેગ આપવા માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પીએમ ટોની એબોટ ભારતની મુલાકાતે આવશે. ઓસ્ટ્રેલિયન મંત્રીએ કહ્યું કે, ભારત સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને ઉત્તેજીત અને વિસ્તૃત કરવાના ઓસ્ટ્રેલિયાના મહત્વાકાંક્ષી […]

કોરોનાની અસરઃ ભારતમાં સોનાના માથા દીઢ વપરાશમાં થયો નોંધપાત્ર ઘટાડો

દિલ્હીઃ ભારતમાં કોરોનાને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમ છતા જૂન મહિનાના ત્રિમાસિક સમયગાળામાં સોનાની માંગમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડસ રિપોર્ટ અનુસાર આ સમયગાળામાં સોનાની માગમાં 19.2 ટકાનો વધારો થયો હતો. સોનાની ગ્રાહક માગ ગયા વર્ષની સરખામણીએ 12 ટકાથી વધુ વધી છે. ગ્રાહક માગ ગયા વર્ષે […]

કચ્છમાં માતાના મઢના વિકાસ માટે રૂ. 25 કરોડ ખર્ચાશે

ભૂજઃ કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રધામ માતાના મઢના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવવું, ચાચરા કુંડ, ખટલા ભવાની મંદિર, રૂપરાઇ તળાવ, અદ્યતન બસ સ્ટેશન સહિતના કામોનો સમાવેશ થાય છે. માતાના મઢના દર્શનાર્થે રોજ-બરોજ અનેક ભાવિકો આવે છે. યાત્રિકોને સુવિધા મળી રહે તે મુજબ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના કલેક્ટર […]