Homeગુજરાતીગુજરાતગુજરાતમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજોની ચકાસણી ઈ-ડિટેક્શન સિસ્ટમથી થશે

ગુજરાતમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજોની ચકાસણી ઈ-ડિટેક્શન સિસ્ટમથી થશે

ગાંધીનગર, 21 નવેમ્બર, 2026 : Private vehicle documents will be verified through e-detection system ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના અસરકારક અમલીકરણના હેતુથી હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન (E-Detection) સિસ્ટમ દ્વારા વાહનોનાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

અત્યાર સુધી રાજ્યમાં હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ મારફતે મુખ્યત્વે કોમર્શિયલ વાહનો જેવા કે ટ્રક, બસ અને માલવાહક વાહનોનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી હતી. હવે આ વ્યવસ્થાનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવામાં આવશે.

ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ સિસ્ટમ મારફતે વાહનના જરૂરી દસ્તાવેજોની માન્યતા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવામાં આવશે.

વાહનચાલકોએ આ ત્રણ દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી છે. ઈ-ડિટેક્શન સિસ્ટમની અમલવારીને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી વાહનચાલકોએ પોતાના વાહનના નીચે મુજબના જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અપીલ કરાઈ છે.

  1. PUC (Pollution Under Control): વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.
  2. Insurance: વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ.
  3. Registration: વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ.

દસ્તાવેજો અમાન્ય હશે તો ઈ-ચલણની કાર્યવાહી

ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ જરૂરી દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તે માન્ય નહી હોય તો સંબંધિત વાહનચાલકને નિયમો મુજબ ઈ-ચલણ (E-Challan) મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

આથી તમામ ખાનગી વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજોની સમયમર્યાદા અગાઉથી તપાસી લે અને સમયસર તેનું નવીનીકરણ કરાવે, જેથી હાઈવે પર મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી કે ઈ-ચલણની કાર્યવાહીનો સામનો કરવો ન પડે.

વાહનના તમામ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img